ટૂંક સમયમાં ભારત-અમેરિકા વચ્ચે થશે ટ્રેડ ડીલ: માર્કો રૂબિયો

India US trade deal 2026: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારત પ્રવાસ પહેલા મોટી જાણકારી આપી છે. માર્કો રૂબિયોએ જણાવ્યુ છે કે ટૂંક સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ સંભવ થશે. ભારત પ્રવાસે આવી રહેલા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યુ છે કે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડિલ તેના અંતિમ પડાવમાં છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો આજથી ભારત પ્રવાસે છે, ભારતની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતના જામનગર ખાતે મહત્વની બેઠકો કરશે માર્કો રૂબિયો.

રશિયાનું ક્રુડ ઓઈલ ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાના નિર્ણયને મુલતવી રાખવા પાછળનું કારણ જણાવતા માર્કો રૂબિયોએ જણાવ્યુ છે કે ભારત અને અમેરિકા બન્ને ટ્રેડ ડીલ એટલે કે વેપાર માટેના કરારોને અંતિમ સ્વરુપ દેવાના નજીત પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક મહિનામાં અમે આ છૂટ આપી કેમ કે તેની અસર વૈશ્વિક આપૂર્તિ અને કીમતો પર પડી રહી હતી. તમામ રીતે સંતુલન જાળવવું જરૂરી હોય છે તેથી નિર્ણય હાલ પુરતા પડતો મુકવામાં આવ્યો છે.

માર્કો રૂબિયોએ જણાવ્યુ હતુ કે વોશિંગટન ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે આતુર છે અને ડીલ તેના અંતિમ પડાવમાં છે. ટેરિફને લઈને માર્કૌ રૂબિયોએ કહ્યુ હતુ કે દરેક દેશ પાસે કેટલાક જટિલ કારણો હોય છે, જેને ધ્યાનમાં રાખવા અત્યંત જરૂરી હોય છે. કેટલાક દેશ માટે ઉર્જા વિકલ્પો શોધવા ખૂબ મુશ્કેલ હોય છે. વિદેશ નીતિ નક્કી કરતી વખતે આવી બાબતો પણ ધ્યાને લેવી જરૂરી બની જાય છે. માર્કૌ રૂબિયોએ વધુમાં જણાવ્યુ હતુ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ 60 દિવસનો સમય લેવા ઈચ્છે છે, જેથી તેઓ જાણી શકે કે પ્રતિબંધ લગાવ્યા બાદ વૈશ્વિક ઈકોનોમી પર તેની શું અસર થાય છે. ભારત જેવા દેશ પોતાના એનર્જી સોર્સ માટે અનેક વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. તેમ છતાં કોઈ દેશ રાતો રાત પૂર્ણ સ્વરૂપે અન્ય વિકલ્પો પર નિર્ભર ન રહી શકે.

Join WhatsApp

Join Now

Leave a Comment