આતંકવાદ સામે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું કડક વલણ, નેટવર્ક ખતમ કરવા સલાહ

Rajnath Singh’s tough statement against terrorism: શાંઘાઈ સહયોગ સંગઠનની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ઈશાક ડારની હાજરીમાં જ આતંકવાદ સામે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યુ છે. દુશાન્બેમાં યોજાયેલી બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હાજરી આપી હતી, તેમણે જણાવ્યું હતું કે આજની દુનિયામાં આતંકવાદ શાંતિ અને વિકાસ માટે સૌથી ગંભીર જોખમોમાનો એક છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આતંકવાદના કારણે માત્ર નિર્દોષ લોકોના જીવ જ નથી જતા, પરંતુ વેપાર, રોકાણ અને યુવાનોનું ભવિષ્ય પણ પ્રભાવિત થાય છે.

SCO બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યુ છે કે આતંકવાદને કોઈ પણ પ્રકારે યોગ્ય ઠેરવી શકાય નહી. આતંકવાદ મુદ્દે કોઈ પણ પ્રકારના બેવડા ધોરણો ન હોઈ શકે. આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડનારા, તેમને સમર્થન આપનારા અથવા આશ્રય આપનારાઓ સામે કડક અને સામૂહિક કાર્યવાહી કરવા કરવી જોઈએ. આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમને જડમૂળથી અને મજબૂતાઈથી ખતમ કરવું અનિવાર્ય છે.

દુશાન્બે ખાતે યોજાયેલી આ એસસીઓ બેઠક દરમિયાન રાજનાથ સિંહે તાજિકિસ્તાનના વડાપ્રધાન કોહિર રસૂલઝોદા અને ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા આરિફ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. સોશિયલ મીડિયા પર માહિતી આપતા તેમણે તાજિકિસ્તાન સાથેના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધો અને ગાઢ લોક-સંપર્ક પર ભાર મૂક્યો હતો, તેમજ ઈરાનના નેતા સાથેની મુલાકાતને પણ સંતોષકારક ગણાવી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment