Rainfall Alert: ઓક્ટોબર માસમાં ચોમાસાની વિદાય ટાણે જ બંગાળની ખાડીમાં શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે. આ લૉ પ્રેશર સિસ્ટમથી પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થવાના કારણે ઓક્ટોબર માસના અંતમાં પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે. વાવાઝોડુ અને વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ભારતમાં હવામાનની વિષમ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દેશના ઉત્તરીય ક્ષેત્રોમાં ઠંડી શરૂ થઈ છે, પશ્વિમ વિભાગ હજુ પણ ભીષણ ગરમીથી ત્રસ્ત છે, તો પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં બનેલી લૉ પ્રેશર સિસ્ટમ તમિલનાડુના ઉત્તરીય ક્ષેત્રથી સમગ્ર પૂર્વ ભારત અને દિલ્હી-UP સુધી વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. તો બીજી તરફ રાજધાની દિલ્હીના પ્રદૂષ વધવાથી અત્યારથી હાલ બેહાલ થઈ ગયા છે.
ઓક્ટોબરથી ડિસેમ્બર માસ દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભવાના વધી જાય છે. હાલ ઉદ્ભવેલી લૉ પ્રેશર સિસ્ટમ આવનારા સમયમાં ટ્રોપિકલ ચક્રવાતમાં ફેરવાઈ શકે તેવી હવામાન વિભાગે શક્યતાઓ દર્શાવી છે. આ સિસ્ટમ દેશના 10 રાજ્યોમાં વરસાદ વરસાવી શકે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ વરસી શકે છે. હાલ આ લૉ પ્રેશર સિસ્ટમની ઝડપ કેટલી છે અને તે કેટલો વિનાશ વરસાવી શકે છે અને કઈ દિશામાં આગળ વધે છે તે અંગે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
આંધ્રપ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે જો આ સિસ્ટમ આંધ્રપ્રદેશ તરફ આવે છે તો સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ વરસે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરિયામાં ગયેલા માછીમારોને તાત્કાલિક અસરથી પરત ફરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. જો આ સિસ્ટમ વધુ ને વધુ મજબૂત બને છે તો વિશાખાપટ્ટનમ અને મછલીપટ્ટનમ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થશે. આ વિસ્તારના દરિયાકાંઠે ભારે તબાહી મચી શકે છે. 27 ઓક્ટોબર સુધી આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ IMD દ્વારા 27 અને 28 ઓક્ટોબરે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.












