કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં હાથ લાગ્યો કુદરતી ગેસનો ખજાનો

Natural Gas Discovery: વિશ્વમાં ગેસની અછતના અહેવાલો વચ્ચે ભારત માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીઓના બેસિનમાં કુદરતી ગેસનો ખજાનો હાથ લાગ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. સરકારી કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડને કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં કુદરતી ગેસ મળ્યો છે. આ શોધ સમુદ્રના છીછરા પાણીના એક બ્લોકમાં થઈ છે. તાજેતરમાં જ કંપનીએ આ બ્લોક ડિસ્કવર્ડ સ્મોલ ફીલ્ડ (DSF)ની બોલી પ્રક્રિયા દ્વારા મેળવ્યો હતો. ખાસ વાત તો એ છે કે જેનાથી દેશમાં ગેસનું ઘરેલું ઉત્પાદન વધારવામાં મદદ મળી શકે છે. તેવામાં સવાલ એ છે કે આ શોધ ક્યાં કરવામાં આવી છે અને તપાસ દરમિયાન કેટલો ગેસ મળ્યો છે ?

આ એવી જગ્યા છે, જ્યાં પહેલા ક્યારેય તપાસ કરવામાં આવી નહતી. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કુદરતી ગેસનો અમૂલ્ય ખજાનો મળી આવ્યો છે. કંપનીએ 16 ઓક્ટોબર 2026ના રોજ કૂવામાં 2,027 મીટરની ઊંડાઈ પર ગેસનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. આ દરમિયાન શરૂઆતમાં તો દરરોજ લગભગ 1 લાખ SCMD ગેસનો પ્રવાહ મળ્યો.

કૃષ્ણા-ગોદાવરી બેસિન ભારતના મહત્વપૂર્ણ હાઈડ્રોકાર્બન ક્ષેત્રોમાં સામેલ છે. મહત્વની વાત એ છે કે જ્યારે સતત તપાસ કરવામાં આવી તો આ દરમિયાન 1 લાખ SCMDથી વધીને 2 લાખ SCMD સુધી પહોંચી ગયો. કંપનીએ દરરોજ લગભગ 170 બેરલ કન્ડેન્સેટ મળવાની માહિતી આપી છે. હવે સવાલ એ છે કે આખરે આથી ભારતને શું ફાયદો થઈ શકે છે ? કંપનીએ કૃષ્ણા-ગોદાવારી બેસિનના મત્સ્યપુરી ફોર્મેશનમાં ગેસની શોધ કરી છે. આ શોધ KG-DSF/GSKW/2028 બ્લોકના ગોદાવારી-1 કૂવામાં થઈ છે.

આ શોધ બાદ કુદરતી ગેસના ભાવમાં તાત્કાલિક ઘટાડો થશે તેવુ માનવુ અતિશયોક્તિભર્યુ રહેશે. કોઈ પણ ક્ષેત્રમાં ગેસ મળ્યા બાદ તેનું ઉત્પાદન, ભંડારનું મૂલ્યાંકન, ઉત્પાદનના આર્થિક લાભ અને પાઈપલાઈનો દ્વારા બજારમાં પહોંચાડવાની વ્યવસ્થા વગેરે પર નિર્ભર કરે છે. હાલ માત્ર શોધમાં કુદરતી ગેસની હાજરી જ મળી આવી છે. કંપની આ અંગે હજુ વધુ વિસ્તૃત પરીક્ષણો કરશે.

ભારત કુદરતી ગેસ માટે હજુ પણ અન્ય દેશો પર નિર્ભર રહે છે. તેથી હવે દેશમાં કુદરતી ગેસનો પુરવઠો વધી શકે છે, એવી આશા છે. કારણ કે ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો ગેસ બીજા દેશો પાસેથી ખરીદે છે. તેવામાં આ શોધથી ભારતની નિર્ભરતા બીજા દેશો પર ઓછી થઈ શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment