નોબલ પુરસ્કાર અને બાદમાં પુલિત્ઝર પણ ન મળતા ટ્રમ્પ નારાજ

રાજદ્વારી પ્રયાસો માટે લાંબા સમયથી અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે નોબલ પ્રાઈઝ કે પુલિત્ઝર મળવા ન અંગે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. નોર્વેને ગાળો પણ આપી છે અને ધમકી પણ આપી છે કે કોઈ પણ નોર્વેના નાગરિકને અમેરિકામાં ઘુસવા નહી દે. ટ્રમ્પે મિશિગનમાં ચૂંટણી સભાને સંબોધન દરમિયાન આ વાત કરી હતી.

ફ્રાન્સમાં થયેલા હિંસાત્મક વિરોધ પ્રદર્શનોને લઈને પણ ટ્રમ્પે પોતાનો મત રજૂ કર્યો હતો, ટ્રમ્પે જણાવ્યુ કે ફ્રાન્સની આવી હાલત પ્રવાસીઓના કારણે થઈ છે. ત્યારબાદ નોર્વેને તેમણે એક ખરાબ દેશ ગણાવી દીધો હતો. ટ્રમ્પે લાંબા સમયથી ઈચ્છા દર્શાવી હતી કે તેમણે યુદ્ધ રોકવા માટે કરેલા પ્રયાસોને લઈને તેમને શાંતિનો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. આ માટે જાહેરમાં પણ તેઓ ઘણી વખત ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા, તેમ છતાં શાંતિનો નોબલ પુરસ્કાર ટ્રમ્પને ન મળતા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ગિન્નાયા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે દુનિયાની શાંતિ માટે તેમણે 8 જેટલા યુદ્ધ અટકાવ્યા છે. ભારત-પાકિસ્તાન, રવાન્ડા-કોંગો, થાઈલેન્ડ-કમ્બોડિયા, આર્મેનિયા-આઝરબૈજાન, મિસર-ઈથોપિયા, સર્બિયા-કોસોવો, ઈરાન-ઈઝરાયલ, ઈઝરાયલ-હમાસ યુદ્ધ ટ્રમ્પે અટકાવ્યા હોવાનો દાવો કર્યો હતો અને શાંતિ સ્થાપવામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી તે વાત ટ્રમ્પે જણાવી હતી.

શાંતિ નોબલ પ્રાઈઝ મળવાનું તેમણે સન્માનજનક વાત ગણાવી હતી, પરંતુ શાંતિ નોબલ પુરસ્કાર ન મળતા ટ્રમ્પ હતાશ થઈ ગયા હતા અને નોર્વે પર અકળાયા છે. શાંતિ નોબલ પુરસ્કાર અંગે એક મહત્વની વાત એ છે કે નોબલ પ્રાઈસ નોર્વેની સરકાર નથી આપતી, પરંતુ પસંદગી નોર્વેજિયન નોબલ સમિતિ વિજેતાઓની પસંદગી કરે છે. આ સમિતિમાં પાંચ સભ્યો હોય છે, જેની નિમણુંક નોર્વેની સંસદ કરે છે. નોર્વેના વડાપ્રધાન પણ આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને સમજાવી ચૂક્યા છે કે પુરસ્કાર અંગેનો નિર્ણય નોર્વેની સરકાર નથી કરતી. ઓક્ટોબર 2018 થી ટ્રમ્પ શાંતિ નોબલ પુરસ્કારની માંગણી કરી રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment