હુથીઓના હુમલાથી બચવા ઈજિપ્ત સાઉદીને આપશે સૈનિક સહાય

ઈરાન સમર્થિત હુથીઓના હુમલાથી રક્ષણ માટે સાઉદી અરેબિયા હવે મરણિયુ થઈ ગયુ છે ત્યારે ફરીથી બેઠુ કરવા માટે અને હુથીઓનો સામનો કરવા માટે હવે મિત્ર દેશ ઈજિપ્તે હાથ લંબાવ્યો છે. ઈજિપ્તે સાઉદી અરેબિયાને હુથીઓ સામે લડવા માટે સૈનિક સહાયની જાહેરાત કરી છે. ઈજિપ્તની સંસદે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ સિસીને સાઉદી અરેબિયાને લશ્કરી સહાય માટેના પગલા લેવાની મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ સિસીએ સંસદ પાસે ગલ્ફ ક્ષેત્રમાં પોતાના સહયોગી દેશ અને વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશને અણીના સમયે મદદ માટે સંસદની મંજૂરી માંગી હતી. જેને ઈજિપ્તની સંસદના બે-તૃતિયાંશ સભ્યોએ મંજૂરી આપી દીધી છે.

અત્યાર સુધી ઈજિપ્ત આ યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થયુ નહતુ, ઈજિપ્તના વિદેશ મંત્રી બદર અબ્દેલાતી અને ઈન્ટેલિજન્સ ચીફ હસન રશાદે રિયાધ જઈને સાઉદી ક્રાઉન પ્રિન્સ મહમ્મદ બિન સલમાનને રાષ્ટ્રપતિ સિસીનો પત્ર સોંપ્યો હતો. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ કે સાઉદી અરેબિયાને ટેકો યમન પર હુમલો કરવા માટે નહી પરંતુ સાઉદી અરેબિયાની સરહદો અને ક્ષેત્રીય સાર્વભૌમત્વની રક્ષા પૂરતુ જ સીમિત રહેશે.

આ દરમિયાન જ હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીને દાવો કર્યો હતો કે સાઉદી અરેબિયા પર એકસાથે અનેક બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અન્ય લશ્કરી અડ્ડાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. બેલેસ્ટિક મિસાઈલો દ્વારા ત્રણ અલગ- અલગ લશ્કરી ઓપરેશન પાર પાડવામાં આવ્યા હોવાનો યાહ્યા સરીને દાવો કર્યો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment