174 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને UAE નું સર્વોચ્ચ સન્માન

તાજેતરમાં 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટ FZ1073માં કટ્ટરપંથી માનસિકતા ધરાવતા કો-પાયલટ હમામ અલ-હમાલીએ ફ્લાઈટને ક્રેશ કરવાના ઈરાદાથી પાયલટ પર જીવલેણ હુમલો કરી દીધો હતો, પરંતુ પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની ચપળતા અને બહાદૂરીના કારણે ફ્લાઈટમાં સવાર તમામ 174 મુસાફરોનો જીવ બચ્યો હતો. આ ધટના બાદ સમગ્ર વિશ્વમાં કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને બિરદાવવામાં આવી રહ્યુ છે. UAE ના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયેદ અલ નાહ્યાને કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના ક્રુ મેમ્બર્સને પ્રથમ શ્રેણીના ઓર્ડર ઓફ જાયદ II સન્માનથી નવાજ્યા છે. આ દરમિયાન યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાને કેપ્ટન મચ્છરને ભેટ્યા પણ હતા.

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મહોમ્મદ બિન રશીદ અલ મક્તૂમે તમામ ક્રુ મેમ્બર્સને અવોર્ડ એનાયત કર્યો હતો. દુબઈ મીડિયા ઓફિસે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિશે સત્તાવાર માહિતી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ક્રૂ સભ્યો સાથે મુલાકાત પણ કરી હતી અને તેમની વફાદારી, સૂઝબૂઝ તથા બહાદુરીની મક્તૂમે પ્રશંસા કરી હતી. કેપ્ટન મચ્છર જ્યારે ઈજાઓની સારવાર કરાવી રહ્યા હતા, ત્યારે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન તેમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે કેપ્ટનની હિંમત અને લોકોના જીવ બચાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી

કેપ્ટન સ્મિત મચ્છરને આ બહુમાન તાજેતરમાં (30 સપ્ટેમ્બરના રોજ) ફ્લાયદુબઈની ઉડાણ FZ1073 દરમિયાન બનેલી એક ગંભીર ઘટના બાદ મળ્યું છે. આ વિમાન દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહ્યું હતું. ઉડાણ દરમિયાન જ કો-પાયલોટે કોકપીટમાં અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો હતો અને વિમાનનો કાબૂ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. યુએઈના સરકારી વકીલોની તપાસ અનુસાર, આરોપી આ વિમાનને ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ક્રેશ કરવા માંગતો હતો, જેનાથી મોટા પાયે જાનમાલનું નુકસાન થયું હોત.

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની હિંમત ગુમાવી નહોતી. તેમણે ભારે સંઘર્ષ બાદ કોકપીટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ અન્ય ક્રૂ મેમ્બર્સ અને જાગૃત મુસાફરોએ સમય સૂચકતા વાપરીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. આ ગંભીર પરિસ્થિતિને જોતા વિમાનનો રૂટ ડાયવર્ટ કરીને તેને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. આ બહાદુરીના કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચી ગયા હતા.

Join WhatsApp

Join Now

Leave a Comment