ટ્રમ્પની હુમલાની ધમકી વચ્ચે ઉપરાષ્ટ્ર પ્રમુખ વાન્સે ઇરાનના કટ્ટરવાદીઓને પત્ર લખ્યો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ઇરાન ફરી જોરદાર હુમલો કરવા વિચારી રહ્યા છે, તેમ છતાં તેઓએ ઉપપ્રમુખ જે.ડી. વાન્સને ઇરાનના સલામતી વડા મોહસીન રેઝાઇને પત્ર લખવા કહ્યું હતું તેમ વોલ સ્ટ્રીટ જર્નલ જણાવે છે. જે.ડી. વાન્સ પણ તે પત્ર દ્વારા તે માપી જોવા માગે છે કે ઇરાનના કેટલા કટ્ટરપંથી નેતાઓ છે. બીજી તરફ ટ્રમ્પે એમ પણ કહ્યું હોવાનું જાણવા મળે છે કે, મેં તેઓને આવો પત્ર લખવાનું કહ્યું જ નથી. વિશ્લેષકો ટ્રમ્પનાં આ કથનને સ્વીકારવા તૈયાર નથી. આટલી મહત્વની બાબત ટ્રમ્પના કહ્યા સિવાય વાન્સ પત્ર લખે જ નહીં તેમ રસ્તે ચાલતો માણસ પણ સમજી શકે તેમ છે.

જે.ડી. વાન્સના આ પત્ર છતાં ઇરાનની સર્વોચ્ચ સલામતી સમિતિના વડા મોહસિન રેઝાઈ કહે છે કે, જયાં સુધી અમે મુકેલી તમામ શરતો સ્વીકારાય નહીં ત્યાં સુધી શાંતિ મંત્રણાનો કોઈ અર્થ નથી. બીજી તરફ નવેમ્બર ૩ની મધ્યાવધિ ચૂંટણી પછી પ્રમુખ ટ્રમ્પ ઇરાન ઉપર ફરી તીવ્ર હુમલા શરૂ કરવા વિચારી રહ્યા છે. જેને એપિક ફયુરી-૨ તેવું નામ અપાશે. તેમ વોલ સ્ટ્રીટ જર્નલને અનામી રહેવાની શરતે કેટલાક નિવૃત્ત અધિકારીઓએ કહ્યું હતું.

ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધસીએ કહ્યું હતું કે, ઇરાન રાજદ્વારી ઉકેલ માટે મધ્યસ્થીઓના સતત સંપર્કમાં છે. સાથે તેનાં સૈન્યોને પૂરેપૂરા સતર્ક અને તૈયાર રહેવા પણ કહી દીધું છે. ઉલ્લેખનીય છે કે કતાર અને પાકિસ્તાનના પ્રયત્નોથી શરૂ થયેલી શાંતિ મંત્રણાઓ કેટલીએ વાર પડી ભાંગી છે. જૂન મહિનાથી શરૂ થયેલી આ મંત્રણાઓમાં ઇરાનની પરમાણુ કાર્યવાહી અને મિસાઇલ્સ કાર્યક્રમ બંધ કરવાના મુદ્દે જ આ મંત્રણાઓ પડી ભાંગી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment