અમેરિકન સૈન્ય મથકો પર સાયબર હુમલાની આશંકાએ ફફડાટ, હેકર્સે યુરોપની ટેકનિક અપનાવી

અમેરિકાના 6 સૈન્ય મથકો પર ફ્રીઝરનું તાપમાન અચાનક વધારીને ત્યાં રાખેલો ખોરાક બગાડી નાખવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પેન્ટાગોન સાયબર હુમલાની તપાસ કરી રહ્યું છે, અને ફ્રાન્સની એજન્સીઓના સંપર્કમાં છે.

ઓગસ્ટના પાછલા કેટલાક દિવસોમાં અમેરિકાના અનેક સૈન્ય મથકો પર ખાવા-પીવાની ચીજવસ્તુઓ રાખવાના ફ્રીઝરમાં અચાનક ખામી સર્જાઈ હતી. એરિઝોના સ્થિત ફોર્ટ હુઆચુકા સૈન્ય મથક પર ફ્રીઝર ડિફ્રોસ્ટ મોડમાં જતા મશીને ઠંડક આપવાને બદલીને ગરમી પેદા કરી હતી, જેથી અંદર રાખેલો ખોરાક બગડી ગયો હતો. તપાસકર્તાઓ એ શોધી રહ્યા છે કે, શું કોઈએ રિમોટલી આ મશીનોની સેટિંગ્સ સાથે છેડછાડ કરી હતી કે કેમ.

અમેરિકી તપાસકર્તાઓનું ધ્યાન ફ્રાન્સમાં તાજેતરમાં થયેલા આવા જ એક હુમલા પર પણ છે, જ્યાં 350 થી વધુ પ્રતિષ્ઠાનોમાં વ્યાપારી ફ્રીઝરના તાપમાનને હેક કરીને બદલી નાખવામાં આવ્યા હતા. ફ્રાન્સમાં આનાથી સુપરમાર્કેટમાં રાખેલો ખોરાક બગડી ગયો હતો, અને કેટલીક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

અમેરિકી સેનાની અપરાધિક તપાસ યુનિટનું સાયબર કાર્યાલય આ મામલાની તપાસ કરી રહ્યું છે. સાયબર સુરક્ષા વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ફ્રીઝર અને કુલિંગ સિસ્ટમ ચલાવતા જૂના કંટ્રોલર્સ હેકર્સો માટે સરળ નિશાન બની શકે છે. ડેનમાર્કની કંપની ડેનફોસએ જણાવ્યું હતું કે, ફ્રેન્ચ યુનિટ્સમાં ઉપયોગમાં લેવાયેલા ઘણા કંટ્રોલર્સ જૂના હતા અથવા તેમાં અપડેટેડ સોફ્ટવેર નહોતા.

Join WhatsApp

Join Now

Leave a Comment