મિડ ટર્મ પહેલા જ અમેરિકાનો ઈરાન પર હુમલો

ત્રીજી નવેમ્બરે મિડ ટર્મ યોજાય એ પહેલા જ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરી દીધો છે. અમેરિકાએ કેશમ દ્વીપ પાસે હુમલો કર્યો છે. બે નાવ હુમલાનો ભોગ બની છે. જેના પગલે ઈરાનના વડા મોજતબા ખામેનીએ જણાવ્યુ હતુ કે અમેરિકાએ યુદ્ધ ભલે શરૂ કર્યુ, પરંતુ પૂરુ અમે કરીશુ. સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે અમને યુદ્ધ પૂરુ કરવાની કોઈ ઉતાવળ નથી. મોજતબા ખામેનેઈએ આદેશ આપ્યો છે કે દુશ્મનના કોઈપણ હુમલાનો આકરામાં આકરો જવાબ આપવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે હવે અમારા હુમલાની કોઈપણ ભૌગોલિક સીમા નહીં હોય. તેની સાથે ઇરાને આ જંગ હિંદ મહાસાગર સુધી ફેલાવવાની ધમકી આપી હતી. હવે દુશ્મન ફરીથી હુમલો કરે છે તો ઇરાન નવા સંઘર્ષને ખતમ કરવાનો સમય અને શરતો પોતે જ નક્કી કરશે.

ખામેનીએ અમેરિકાના લશ્કરી થાણા અને ઈઝરાયલી લશ્કરી થાણા અને સંસાધનોની યાદી બનાવીને તેના માટે ઈરાની મિસાઈલો તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. તેની સાથે દારૂગોળાનું ઉત્પાદન વધારવા, લશ્કરી ક્ષમતાઓ મજબૂત કરવા અને સ્થાનિક સુરક્ષા વધુ મજબૂત કરવા જણાવ્યુ છે. ચૂંટણી પછી અમેરિકા મોટા પાયે હુમલાની તૈયારી કરી રહ્યુ હોવાના અહેવાલો અગાઉથી જ આવી રહ્યા હતા. પરંતુ અમેરિકાએ ચૂંટણી પહેલા જ ઈરાન પર હુમલો કરી દીધો છે. અમેરિકાના ટોચના લશ્કરી અધિકારીઓએ ટ્રમ્પ સમક્ષ ઇરાન સામે લશ્કરી કાર્યવાહીના સંભવિત વિકલ્પો મૂક્યા છે.

જો મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની આગેવાની હેઠળના રિપબ્લિકને આકરા પરાજયનો સામનો કરવો પડે તો ટ્રમ્પ ઇરાન સામે વધુ આક્રમક કાર્યવાહી કરી શકે છે. ટ્રમ્પે તાજેતરમાં જ યોજેલી રેલીઓમાં સંકેત આપ્યા છે કે ઇરાન સાથેનો સંઘર્ષ ટૂંક સમયમાં નિર્ણાયક મોડ પર પહોંચી શકે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે ઇરાન સામે એક નાનું ઓપરેશન કરી શકીએ છીએ. ઇરાન પોતે માની જાય અને જો તે સમજદાર હશે તો ડીલ કરી શકે છે. પરંતુ મને શંકા છે કે તેઓ આમ કરશે, કારણ કે તેઓ સમજદાર નથી.

ટ્રમ્પે પણ ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેમને ઇરાન સાથેનું યુદ્ધ પૂરુ કરવાની કોઈ ઉતાવળ નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનની સ્થિતિ ખરાબ છે. તે પોતાની પોલીસ અને સૈનિકોને વેતન આપી શકતા નથી. તેઓ ભારે મુસીબતમાં છે. અમારી પાસે તો સમય જ સમય છે. ટ્રમ્પે સ્વીકાર્યુ કે બંને પક્ષો વચ્ચે વાતચીતના પ્રયત્નો પણ જારી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment