ભારતમાં શ્રી હેમકુંડ સાહેબ યાત્રાએ આવી રહેલા 92 શીખ યાત્રીઓને પાકિસ્તાનના ફૈસલાબાદ એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા અને રિટર્ન ટિકીટ અને પાકિસ્તાન સરકારનું નો-ઓબ્જેશક્શન સર્ટિફિકેટ ન હોવાનું કારણ બતાવવામાં આવ્યુ.
ધાર્મિક યાત્રાએ આવી રહેલા બાળકો અને મહિલાઓને વિઝા હોવા છતાં અટકાવાયા
પાકિસ્તાનના ફૈસલાબાદ એરપોર્ટ પર બાળકો અને મહિલાઓ સહિત 92 શીખ યાત્રાળુઓને રોકવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે. પાકિસ્તાન સરકારના લઘુમતીઓ પર અત્યાચારનો મોટો પુરાવો સામે આવ્યો છે. નહિ જેવુ કારણ જણાવવીને યાત્રાળુઓને એરપોર્ટ પર રોકી દેવાતા હોબાળો મચી ગયો છે. તમામ યાત્રાળુઓ પાસે ભારતના કાયદેસરના વિઝા પણ હતા. પાકિસ્તાનના ઈમિગ્રેશન વિભાગ દ્વારા રોકી દેવામાં આવ્યા હતા તમામ યાત્રાળુઓને. પાકિસ્તાની અધિકારીઓએ જોહુકમી કરતા કહ્યુ કે પહેલા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપો, બાદમાં ઉડાન ભરો. અધિકારીઓ તો વાઘા બોર્ડરથી જવાની સલાહ પણ આપી હતી.
એરપોર્ટ પર ફસાયેલા યાત્રાળુઓ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી રોષ ઠાલવ્યો
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ફૈસલાબાદ એરપોર્ટ પર રહેલા શીખ મુસાફરોએ પોતાની વ્યથા ઠાલવી હતી. વીડિયો વાયરલ કરીને ઈમિગ્રેશન અધિકારીઓએ રોકવાની ઘટના દુનિયા સામે લાવી હતી. યાત્રાળુઓ દુબઈથી દિલ્હી વાયા પાકિસ્તાનની કનેક્ટિંગ ફ્લાઈટથી આવી રહ્યા હતા, જ્યાં ફૈસલાબાદ એરપોર્ટ પર તેમને રોકવામાં આવ્યા છે.












