By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર
GujaratLatest Stories

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

newsgujarat
Last updated: 2026/07/09 at 5:00 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement
CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર
SHARE

સુરતમાં ભલે હવે મેઘરાજાની સવારી ધીમી પડી ગઈ હોય, પરંતુ પાછલા બે દિવસના ભારે વરસાદે શહેરમાં જે જળપ્રલય સર્જ્યો છે, તેણે વેપારીઓ અને વાહનચાલકોને મોટો આર્થિક ફટકો આપ્યો છે. જળમગ્ન બનેલા સુરતની આ ગંભીર સ્થિતિનો તાગ મેળવવા હવે ખુદ સરકાર મેદાનમાં ઉતરી છે અને અધિકારીઓનો ઉધડો લીધો છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઉચ્ચ-સ્તરીય બેઠક

સુરતમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી (ગૃહ રાજ્યમંત્રી) હર્ષ સંઘવી તાત્કાલિક સુરત પહોંચ્યા હતા. તેમણે ‘ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ ખાતેથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચાલતી રાહત કામગીરીનું સીધું નિરીક્ષણ કર્યું હતું અને જમીની સ્થિતિનું બારીકાઈથી મૂલ્યાંકન કર્યું હતું.

ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડના પેકેજની જાહેરાત

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સુરતની સૌથી મોટી સમસ્યા એવી ‘ખાડી’ના ઉકેલ માટે મોટો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ, તેને વધુ ઊંડી કરવા અને ત્યાં થયેલા ગેરકાયદે દબાણોને હટાવવા માટે 500 કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ખાડી આસપાસના તમામ ગેરકાયદે દબાણો તાત્કાલિક તોડી પાડવાના સ્પષ્ટ આદેશો પણ આપી દેવાયા છે.

બેદરકાર અધિકારીઓ પર CM અને ડેપ્યુટી CM લાલઘૂમ

આ સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કડક મિજાજ જોવા મળ્યો હતો. શહેરમાં સર્જાયેલી સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ પર તેઓ લાલઘૂમ થયા હતા. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવાશે અને જરૂર પડ્યે ફોજદારી (ક્રિમિનલ) કેસ પણ દાખલ કરવામાં આવશે.

બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અધિકારીઓને આકરા સવાલો કર્યા હતા. તેમણે સીધો સવાલ પૂછ્યો હતો કે, “ભૂતકાળમાં જે ભૂલો થઈ છે, તેનું પુનરાવર્તન કેમ થઈ રહ્યું છે?” તેમણે કોઈપણ પ્રકારની લાપરવાહી કરનાર સામે સખત પગલાં ભરવાની તાકીદ કરી છે અને નુકસાનીના સર્વેની કામગીરી સત્વરે શરૂ કરવા સૂચના આપી છે.

24 કલાકમાં કેશડોલ અને સહાય પહોંચાડવાનું અલ્ટીમેટમ

સરકારે મહાનગરપાલિકા, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના તમામ વિભાગોને સંકલન સાધીને સાથે મળીને કામ કરવા આદેશ કર્યો છે. મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં સમય મર્યાદા આપતા કહ્યું છે કે, આગામી 24 કલાકની અંદર તમામ અસરગ્રસ્તો સુધી કેશડોલ (રોકડ સહાય) અને ઘરવખરીની સહાય પહોંચી જવી જોઈએ.

હવે જ્યારે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે સુરતની જનતા પણ એવી અપેક્ષા રાખી રહી છે કે આ માત્ર કાગળ પરની કડકાઈ ન રહે. ભ્રષ્ટ અધિકારીઓ અને લાંચિયા વહીવટદારો સામે ખરેખર કડક પગલાં ભરાય અને એવો દાખલો બેસાડવામાં આવે કે જેથી ભવિષ્યમાં સુરતીઓએ ફરીવાર આવી હાલાકીનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો : મેસી પર મહેરબાની? વર્લ્ડ ચેમ્પિયનને બચાવવાનો પ્લાન? ઇજિપ્તના આક્ષેપો “અમારી સાથે છેતરપિંડી થઈ”

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article fifa-world-cup-2026-egypt-complaint-against-referee-after-argentina-match મેસી પર મહેરબાની? વર્લ્ડ ચેમ્પિયનને બચાવવાનો પ્લાન? ઇજિપ્તના આક્ષેપો “અમારી સાથે છેતરપિંડી થઈ”
Next Article Whatsapp Birthday Reminder Feature હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

EPFO Amnesty Scheme 2026

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

Breaking News US Air Strike On Iran

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Narendra Modi Melbourne

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Whatsapp Birthday Reminder Feature

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

fifa-world-cup-2026-egypt-complaint-against-referee-after-argentina-match

મેસી પર મહેરબાની? વર્લ્ડ ચેમ્પિયનને બચાવવાનો પ્લાન? ઇજિપ્તના આક્ષેપો “અમારી સાથે છેતરપિંડી થઈ”

- Join US -
Ad image

You Might Also Like

EPFO Amnesty Scheme 2026
BusinessLatest Stories

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

4 Min Read
Breaking News US Air Strike On Iran
Latest StoriesWorld

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

2 Min Read
Narendra Modi Melbourne
Latest StoriesWorld

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

2 Min Read
Whatsapp Birthday Reminder Feature
Latest StoriesTechnology

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?