ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

Whatsapp Birthday Reminder Feature

WhatsApp Birthday Reminder : હવે જો તમે તમારા મિત્રો કે પરિવારજનોના જન્મદિવસ ભૂલી જતા હો, તો વોટ્સએપ પોતે જ તમને તેની યાદ અપાવી શકે છે. વોટ્સએપ યુઝર્સ માટે એક નવું અને ખૂબ જ ઉપયોગી ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ, વોટ્સએપ(WhatsApp) યુઝર્સને તેમના કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસ અંગે નોટિફિકેશન મળશે. માટે હવે તમારે કોઈના બર્થડે યાદ રાખવા માટે અલગથી કેલેન્ડર એપ કે રિમાઇન્ડર સેટ કરવાની જરૂર નહીં પડે.

મોબાઇલના કોન્ટેક્ટ લિસ્ટના જન્મદિવસ દેખાશે

વોટ્સએપ(WhatsApp)ના આ ફીચરમાં માત્ર તે લોકોના જન્મદિવસ દેખાશે, જે તમારા વોટ્સએપ કોન્ટેક્ટ લિસ્ટમાં હશે અને જેમણે પોતાની જન્મ તારીખ વોટ્સએપમાં એડ કરી હશે. પરંતુ જો કોઈ કોન્ટેક્ટે પોતાની જન્મ તારીખ એડ નહિ કરી નહીં હોય, તો તેનું બર્થડે રિમાઇન્ડર આવશે નહીં. વોટ્સએપનું આ ફીચર હાલ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને ભવિષ્યમાં બીટા યુઝર્સ માટે ટેસ્ટિંગમાં આવી શકે છે.

WABetaInfo દ્વારા પોસ્ટ

વોટ્સએપએ જન્મ તારીખ માંગવાનું કર્યું શરૂ

વોટ્સએપએ તૈયારીના ભાગ રૂપે અગાઉ Android Beta વર્ઝન 2.24.12.25 અપડેટમાં કેટલાક યુઝર્સને પોતાની જન્મ તારીખ એડ કરવા કહ્યું હતું. આ પગલું વોટ્સએપએ નિયમનકારી નિયમોનું પાલન કરવા માટે લીધું હતું. અમેરિકાના કેટલાક રાજ્યોમાં એવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે જેમાં ઓનલાઈન સર્વિસ માટે યુઝરની ઉંમર ચકાસવી જરૂરી છે. આ કારણે વોટ્સએપએ કેટલાક યુઝર્સ પાસેથી જન્મ તારીખ સંબંધિત માહિતી લેવાનું શરૂ કર્યું હતું.

વોટ્સએપની પ્રાઇવસી અંગે સ્પષ્ટતા

વોટ્સએપમાં એકવાર જન્મનું વર્ષ દાખલ કર્યા બાદ તેને બદલી શકાશે નહીં.વોટ્સએપએ સ્પષ્ટ કર્યું છે કે આ માહિતી અન્ય યુઝર્સને દેખાશે નહીં. શરૂઆતમાં આ માહિતીનો ઉપયોગ માત્ર કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે કરવામાં આવતો હતો. કંપની આ જ માહિતીના આધારે બર્થડે રીમાઇન્ડર(Birthday Reminder) જેવા નવા ફીચર પર કામ કરી રહી છે.

WhatsApp Birthday Section કેવી રીતે કામ કરશે?

મળતી માહિતી મુજબ વોટ્સએપમાં એક અલગ બર્થડે સેકશન(Birthday Section) તૈયાર કરી શકે છે. આ બર્થડે સેકશનમાં યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસ જોઈ શકશે. વોટ્સએપ એપની અંદર જ્યારે કોઈ કોન્ટેક્ટનો જન્મદિવસ આવશે, ત્યારે નોટિફિકેશન મોકલીને યુઝરને તેની જાણ કરશે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે મદદરૂપ થશે, જે મોટા ભાગે જન્મદિવસની શુભેચ્છાઓ વોટ્સએપ દ્વારા જ મોકલે છે.

શરત શું હશે બર્થડે રિમાઇન્ડર માટે ?

આ ફીચર ત્યારે જ કામ કરશે જયારે કોઈ કોન્ટેક્ટ પોતાની જન્મ તારીખ વોટ્સએપ સાથે શેર કરશે. હાલમાં WhatsAppએ તમામ દેશોમાં યુઝર્સ પાસેથી જન્મ તારીખ માંગવાનું શરૂ કર્યું નથી. એટલે કે જો કોઈ યુઝરે પોતાની જન્મ તારીખ દાખલ નહીં કરી હોય, તો વોટ્સએપ પાસે તેની માહિતી નહીં હોય અને તેના જન્મદિવસનું કોઈ રિમાઇન્ડર પણ નહીં મળે.

યુઝર્સને પ્રાઇવસી માટે મળશે વિકલ્પ

ભવિષ્યમાં વોટ્સએપનું આ ફીચર જયારે પણ લોન્ચ થશે ત્યારે યુઝર્સને પ્રાઇવસી માટે પણ વિકલ્પ આપવામાં આવશે. યુઝર્સ પસંદગીના લોકો પાસેથી પોતાનો જન્મદિવસ છુપાવી શકશે.

આ ફીચર ક્યારે થશે લોન્ચ?

હાલમાં વોટ્સએપ બર્થડે રીમાઇન્ડર(WhatsApp Birthday Reminder) ફીચર વિકાસના તબક્કામાં છે. હજુ સુધી કંપનીએ તેના ઓફિશિયલ રોલઆઉટ અંગે કોઈ તારીખ જાહેર કરી નથી. પહેલા આ ફીચર બીટા યુઝર્સ માટે આવી શકે છે અને ત્યારબાદ સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

આ પણ વાંચો : મેસી પર મહેરબાની? વર્લ્ડ ચેમ્પિયનને બચાવવાનો પ્લાન? ઇજિપ્તના આક્ષેપો “અમારી સાથે છેતરપિંડી થઈ”

Join WhatsApp

Join Now

Leave a Comment