ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

મેસી પર મહેરબાની? વર્લ્ડ ચેમ્પિયનને બચાવવાનો પ્લાન? ઇજિપ્તના આક્ષેપો “અમારી સાથે છેતરપિંડી થઈ”

fifa-world-cup-2026-egypt-complaint-against-referee-after-argentina-match

FIFA વર્લ્ડ કપ 2026માં આર્જેન્ટિના સામે રોમાંચક અને વિવાદાસ્પદ મેચમાં મળેલી હાર બાદ ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશને સત્તાવાર જાહેરાત કરી છે કે રાઉન્ડ ઓફ 16ની મેચમાં આર્જેન્ટિના સામે 3-2થી મળેલી હાર બાદ ઓફિશિયેટિંગ ટીમ વિરુદ્ધ FIFAમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર રેફરી ટીમને તાત્કાલિક અસરથી વર્લ્ડ કપમાંથી હટાવવાની માગ કરી છે.

ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશન દ્વારા લેખિત ફરિયાદ

ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ હાની અબુરિદાએ FIFAમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને ફ્રાન્સના મુખ્ય રેફરી ફ્રાંસવા લેટેક્સિયેર સામે કડક તપાસની માંગ કરી છે. મેચ દરમિયાન રેફરી ટીમ દ્વારા ગંભીર ભૂલો કરવામાં આવી હતી અને બેવડા ધોરણો અપનાવવામાં આવ્યા હતા. આ પક્ષપાતી નિર્ણયોના કારણે જ ઇજિપ્તની ટીમ મેચ હારી ગઈ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

હાની અબુરિદાએ વધુમાં ઉમેર્યું કે, “મેચ દરમિયાન સ્પષ્ટ ભૂલો થઈ હતી. અમે માત્ર મેદાન પરના મુખ્ય રેફરી જ નહીં પરંતુ VAR રૂમમાં બેઠેલી સમગ્ર ટીમની તપાસની માંગ કરીએ છીએ. અમને પૂરી આશંકા છે કે ઇજિપ્તના હિતમાં હોય તેવા કેટલાક મહત્ત્વપૂર્ણ કેમેરા ફૂટેજની સમીક્ષા જાણી જોઈને કરવામાં આવી નહોતી. અમારા મતે ઇજિપ્તને તે ગોલ અને પેનલ્ટી બંને મળવા પાત્ર હતા.”

રેફરીના નિર્ણયો પર ઉઠ્યા ગંભીર સવાલો

મંગળવારે રાત્રે રમાયેલી મેચમાં જ્યારે ઇજિપ્ત 1-0થી આગળ હતું, ત્યારે મુખ્ય રેફરી લેટેક્સિયેરે VARની મદદ લીધા બાદ મુસ્તફા ઝિકોનો એક મહત્ત્વપૂર્ણ ગોલ રદ કરી દીધો હતો. VAR ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું હતું કે ગોલના ઘણાં સમય પહેલાં બનેલી એક મૂવમાં લિસાન્ડ્રો માર્ટિનેઝ સામે ફાઉલ થયો હતો.  જોકે ગોલ રદ થયા બાદ થોડી જ મિનિટોમાં ઝિકોએ શાનદાર વાપસી કરીને ઇજિપ્તને 2-0ની મજબૂત લીડ અપાવી દીધી હતી. આ ગોલ ઇજિપ્તની ટીમ પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની ખૂબ જ નજીક દેખાઈ રહી હતી.

એક્સ્ટ્રા ટાઇમમાં ડ્રામા: મેસીની ટીમ સામે પક્ષપાતનો આરોપ

મેચના અંતિમ સમયમાં લિયોનેલ મેસીના અને ક્રિસ્ટિયન રોમેરોના શાનદાર ગોલની મદદથી આર્જેન્ટિનાએ સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. બાદમાં એન્ઝો ફર્નાન્ડિઝે આર્જેન્ટિના માટે વિજયી ગોલ કર્યો હતો. ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશનનો દાવા મુજબ એન્ઝો ફર્નાન્ડિઝના ગોલ પહેલાં એલેક્સિસ મેક એલિસ્ટરે ઇજિપ્તના ખેલાડી હમદી ફાથીને બોક્સમાં ખેંચ્યો હતો. આ નિયમ વિરુદ્ધની રમત હતી અને ઇજિપ્તને પેનલ્ટી મળવી જોઈતી હતી પણ આપવામાં આવી ન હતી.

કોચ હોસામ હસનના વેધક સવાલો

મેચ બાદ પત્રકારો સામે ઇજિપ્તના મુખ્ય કોચ હોસામ હસને રોષ ઠાલવ્યો હતો અને કહ્યું કે અમારી ટીમ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સમગ્ર મેચમાં અમને ક્યાંય સન્માન કે  કે ફેર પ્લે જોવા મળ્યું નથી. કદાચ તેઓ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાને ટૂર્નામેન્ટમાં જાળવી રાખવા માંગતા હતા અને ઇચ્છતા હતા કે લિયોનેલ મેસી આ વર્લ્ડ કપમાં આગળ રમતા રહે.કેટલીક વખત મેચમાં એવી બાહ્ય પરિસ્થિતિઓ અને દબાણ કામ કરે છે, જે રમતની ટેકનિકલ બાબતોથી ઘણી આગળ હોય છે. આજે વિશ્વ ચેમ્પિયન ટીમને દરેક સ્તરે ઓફિશિયલ સમર્થન મળ્યું છે. હવે જોવાનું રહ્યું કે ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશનની આ સત્તાવાર ફરિયાદ પર વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFA શું પગલાં લે છે.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં PM મોદીનું ભવ્ય સ્વાગત, CEO ફોરમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર અને શિક્ષણ પર મોટી જાહેરાતો

Join WhatsApp

Join Now

Leave a Comment