ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Narendra Modi Melbourne

Narendra Modi Melbourne : વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં તેઓએ ભારતીય સમુદાયને સંબોધ્યો અને મંત્ર આપ્યો,ગ્રો મૉર, અચીવ મૉર.ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે વડાપ્રધાન મોદીએ મેલબોર્નના ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી. જ્યાં તેઓનો હળવો અંદાજ જોવા મળ્યો. વડાપ્રધાન મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના પ્રિય કાંગારૂ માસ્કોટ રૂબીને મળ્યા અને કર્યું હાઈ-ફાઈ. આ જ ક્રિકેટ સ્ટેડિયમ પર તેઓ ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન ક્રિકેટર અને કેપ્ટન સ્ટીવ વૉ સાથે વાતચીત કરી.

PM મોદીએ MCGથી કરી મોટી જાહેરાત

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનિઝે શુક્રવારે તેમની ત્રણ દિવસીય ભારત મુલાકાતના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને આ મોટી જાહેરાત કરી છે.. ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત ટી20 ટૂર્નામેન્ટ બિગ બૅશ લીગ (BBL) ની આગામી 2026-27 સીઝનની શરૂઆત ભારતમાં થશે. તેઓએ કહ્યું કે, “મને ખુશી છે કે બિગ બેશ લીગ(Big Bash League Chennai) મેચ ભારતમાં, ચેન્નાઈમાં યોજાશે. કોઈપણ રમતગમત લીગ માટે, ભારતમાં કોઈ ઇવેન્ટનું આયોજન એ વ્યાપક પહોંચ અને દર્શકોની સંખ્યાની ખાતરી આપે છે.

ઓસ્ટ્રેલિયા બહાર BBLની પહેલી મેચ

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર, બિગ બૅશ લીગ (BBL 16) નો આ પ્રથમ ઐતિહાસિક ઓપનિંગ મુકાબલો ડિસેમ્બરમાં ચેન્નાઈના પ્રખ્યાત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે રમાશે. આ મેચ બિગ બૅશ લીગના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાની બહાર રમાનારી સૌપ્રથમ મેચ હશે.

મેલબોર્ન રેનેગેડ્સ રહેશે હોમ ટીમ

12 ડિસેમ્બરે રમાનારા આ ઐતિહાસિક મુકાબલામાં મેલબોર્ન રેનેગેડ્સ(Melbourne Renegades) અને પર્થ સ્કોર્ચર્સ(Perth Scorchers)ની ટીમો સામસામે ટકરાશે, જેમાં મેલબોર્ન રેનેગેડ્સને હોમ ટીમ(મેજબાન ટીમ) ગણવામાં આવશે. આ અવસરે બંને દેશોના વડાપ્રધાનોએ રમતગમતના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક વિશેષ ‘રોડમેપ’ પણ જાહેર કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના રમત સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે.

આ પણ વાંચો : હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

Join WhatsApp

Join Now

Leave a Comment