અમેરિકાની મિડ ટર્મમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર બાદ ઈરાનની પ્રતિક્રિયા

મિડ ટર્મના પરિણામોમાં ડૉનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. વિરોધી પાર્ટી ડેમોક્રેટિક્સને બહુમતી મળી છે. રાજકીય ફેરબદલને લઈ ઈરાન તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ ગાલિબાફે પ્રતિક્રિયા આપી છે. ઈરાની સંસદના સ્પીકર મહોમ્મદ બાકેર ગાલીબાફે જણાવ્યુ છે કે અમેરિકાના લોકોએ મોંઘવારી અને યુદ્ધના મુદ્દા પર સ્પષ્ટ વિરોધ દર્શાવી દીધો છે અને યુદ્ધ સામે ના કહી છે. અમેરિકાના લોકોના આ શાંતિપૂર્ણ સંદેશનું ઈરાન સમર્થન કરે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતાં ગાલીબાફે ચેતવણી આપતાં લખ્યું કે, ‘મનનો અવાજ હોય કે મોંઘવારી, પણ અમેરિકાની જનતાએ યુદ્ધનો વિરોધ કર્યો છે અને અમે તેમના આ નિર્ણયને આવકારીએ છીએ. જો અમેરિકન સરકાર પોતાની જનતાના અવાજને નજરઅંદાજ કરીને અન્ય દેશો કે દબાણ કરનારાઓના ઈશારે કામ કરશે અને જો અમેરિકા ઈરાન સામે કોઈ પગલું ભરશે, તો ઈરાન તેનો એવો સખત અને ભયાનક જવાબ આપશે.’

ડેમોક્રેટ્સ પક્ષે સેનેટમાં જરૂરી બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે અને તેઓ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ વિજય તરફ આગળ વધી રહ્યા છે. પોતાની પાર્ટીની આ હાર વચ્ચે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રિપબ્લિકન પાર્ટીના ખરાબ પ્રદર્શન પાછળ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને જવાબદાર ગણાવ્યું હતું.

અમેરિકામાં 3 નવેમ્બરે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની 35 બેઠકો માટે મતદાન યોજાયું હતું. હાલમાં બંને ગૃહો પર રિપબ્લિકન પાર્ટીનું પ્રભુત્વ હતું, પરંતુ ડેમોક્રેટ્સે સેનેટ અને હાઉસ બંનેમાં વિજય મેળવીને કોંગ્રેસમાં બહુમતી મેળવવાની દિશામાં મોટો ફેરબદલ કરી દીધો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment