મિડ ટર્મ ચૂંટણીના આંચકાજનક પરિણામો સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને ભારે ઝટકો મળ્યો છે. તેમની રિપબ્લિકન પાર્ટી આ ચૂંટણી હારી ગઈ છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને સેનેટ સાથે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પણ ભારે બહુમત મળી છે. કેન્સાસમાં ડેમોક્રેટિક પાર્ટીએ 100 વર્ષ બાદ ચૂંટણી જીતી છે. ટ્રમ્પની કારમી હાર બાદ ઈરાની સોશિયલ મીડિયા પર ટ્રમ્પના અવનવા મિમ્સ વાયરલ થઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનું એક મિમ વાયરલ થયુ છે, જેમાં કેટલાક લોકો તેમને ઉઠાવીને ડસ્ટબીનમાં નાંખી રહ્યા છે અને આ મિમ ઈરાનના ઈરાન ઈન ઈન્ડિયાના ઓફિશિયલ પેજ પરથી વાયરલ કરવામાં આવ્યુ છે.
આ સિવાય પણ અનેક લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મિમને શેર કર્યુ છે.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની એક તસ્વીર પણ વાયરલ થઈ રહી છે. જેમાં ફ્લેગ પર લખ્યુ છે કે મેક અમેરિકા ટ્રમ્પલેસ અગેઈન. મેક અમેરિકા ગ્રેટ અગેઈન એ ટ્રમ્પનો ચૂંટણી નારો રહ્યો છે. આ નારાને લઈને જ હવે મિમ બનાવવામાં આવી રહ્યુ છે. અન્ય એક તસ્વીરમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ટ્રમ્પને ગુલેલથી ઉડાવતા હોવાની વાયરલ થઈ છે.


એક્સ પર એક અન્ય ટ્રમ્પની મીમ વાઇરલ થઈ રહી છે. જેમાં પુતિન પહેલાં સીઢીથી લપસીને નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. તેમની દેખાદેખી કરવામાં ટ્રમ્પ પણ દાદરાથી નીચે લપસવાની કોશિશમાં ડસ્ટબીનમાં જતા જોવા મળી રહ્યા છે.
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ સેનેટમાં બહુમતી મેળવી લીધી છે. જ્યારે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 218 બેઠકો જીતીને બહુમતીનો આંકડો પાર કરી લીધો છે.










