લગભગ એક દશકના લાંબા અંતરાલ બાદ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાની મુલાકાતે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલોનિયા ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત કર્યુ હતુ. 11 વર્ષ બાદ ચીનના રાષ્ટ્રપતિ અમેરિકાના વોશિંગટનમાં ત્રણ દિવસીય મુલાકાતે પધાર્યા છે. આવી ઘટના ઈતિહાસમાં બહુ ઓછી છે જેમાં રાષ્ટ્રપતિ વ્હાઈટ હાઉસમાં મહેમાનની રાહ જોવાના બદલે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા ગયા હોય.
ટ્રમ્પે પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર સ્વાગત કર્યુ

અમેરિકા અને ચીન વચ્ચે વેપારી, રાજનીતિક, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈરાન અને તાઈવાન જેવા તણાવભર્યા મુદ્દાઓ ચાલી રહ્યા છે, ત્યારે બંને રાષ્ટ્રપ્રમુખોની મુલાકાત અને ટ્રમ્પ દ્વારા એરપોર્ટ પર પ્રોટોકોલ તોડી સ્વાગત કરવાની ઘટનાએ સૌને અચંબિત કરી દીધા છે. ચીની રાષ્ટ્રપ્રમુખના ત્રણ દિવસીય કાર્યક્રમમાં ઉચ્ચ સ્તરીય રાજકીય વાતચીત અને સાથે જ કેટલાક અન્ય કાર્યક્રમો પણ સામેલ છે. આજે વ્હાઈટ હાઉસમાં ઔપચારિક સ્ટેટ ડિનરમાં પણ ચીનના રાષ્ટ્રપ્રમુખ સામેલ થશે.
ટ્રમ્પને પણ આ વર્ષે ચીનમાં ઉચ્ચ સન્માન મળ્યુ હતુ
ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના આગમન પહેલાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલોનિયા ટ્રમ્પ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. એરપોર્ટ પર મિલિટ્રી ઓનર ગાર્ડ બેન્ડ પણ ઉપસ્થિત હતુ. એરપોર્ટ પર સ્વાગતની તૈયારીની કમાન મેલોનિયા ટ્રમ્પના હાથમાં હતી. આ વર્ષે ટ્રમ્પને પણ ચીનમાં આ જ પ્રકારનું સ્વાગત અને ઉચ્ચ સન્માન મળ્યુ હતુ.
અમેરિકાના B-1 બોમ્બર વિમાનો પસાર થયા હતા
સ્વાગત કાર્યક્રમ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમેરિકાના યુદ્ધ વિમાનો બંને દેશના રાષ્ટ્રપ્રમુખો પરથી પસાર થયા ત્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ ગરજતા વિમાનોના કારણે થોડા ચોંક્યા હોય તેવુ દ્રશ્ય કેમેરામાં કેદ થયુ હતુ. જેમને જોઈ અમેરિકી રાષ્ટ્રપ્રમુખે ખુશી અને ગર્વ મહેસૂસ કર્યુ હતુ. અમેરિકી વાયુસેનાનું B-1 બોમ્બર વિમાન બંને નેતાઓ પરથી પસાર થયુ હતુ.
1962 બાદ આ પહેલી ઘટના છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિએ અન્ય દેશના નેતાનું સ્વાગત કર્યુ હોય. 1962 માં તત્કાલિન રાષ્ટ્રપતિ જૉન.એફ.કેનેડીએ બ્રિટિશ પ્રધાનમંત્રી હેરૉલ્ડ મૈકમિલનનું સ્વાગત કર્યુ હતુ.








