આજથી બદલાઈ રહ્યા છે 10 મોટા નિયમો, જાણો તમારા પર શું અસર થશે

1 October 2026 Rule Changes in India

1 October 2026 Rule Changes in India : આજથી દેશભરમાં કેટલાક નાણાકીય નિયમો અને રોજિંદી જરૂરિયાતની કેટલીક ચીજવસ્તુઓમાં સરકાર ફેરફાર કરવા જઈ રહી છે, જેની અસર સામાન્ય માણસથી લઈને બિઝનેસમેન તમામને થવાની છે. LPG, SBI, ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ, FD અને NPS જેવા નિયમોમાં ફેરફાર થશે. NRI મિલકત ખરીદવા માટે TDS પ્રક્રિયા સરળ બનશે, લાઈફ સર્ટિફિકેટ જમા કરવાનો સમય શરૂ થશે અને બેંકો આ મહિનામાં 16 દિવસ બંધ રહેશે. TV-ફ્રિજ જેવા ઈલેક્ટ્રોનિક્સ પણ મોંઘા થશે. જાણો શું છે તે તમામ નિયમો

દર માસની જેમ ઑક્ટોબર માસના પ્રથમ દિવસે જ નિયમોમાં બદલાવ થઈ રહ્યો છે. દેશમાં 10 નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. જે સૌ કોઈના ખિસ્સા પર તહેવારના સમયમાં અસર કરી શકે છે.

  • FD ના નિયમોમાં બદલાવ

RBI કમર્શિયલ બેન્કો દ્વારા બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર નક્કી કરવા અને તેને જાહેર કરવાની પદ્ધતિમાં ફેરફાર કરી રહ્યુ છે. બેન્કોએ બલ્ક ડિપોઝિટ રેટ અગાઉથી જ જાહેર કરવાના રહેશે. દરરોજ સવારે નિયત કરેલ સમયગાળા દરમિયાન લાગુ થતા દરની માહિતી આપવાની રહેશે. અલગ અલગ સ્થિતિના આધારે બેન્કો દરમાં તફાવત કરી શકે છે.

  • UPI પર MDR ચાર્જ

15 ઓક્ટોબરથી વેપારીઓ દ્વારા 2 હજારથી વધુના ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા જેટલી ફી વસૂલ કરવામાં આવશે. આ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ 2 હજારથી વધુના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે. પર્સન ટુ પર્સન ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ લાગશે નહી.

  • NPS નિયમોમાં બદલાવ

પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટીએ નેશનલ પેન્શન સ્કીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. NPS લાઈટ હેઠળ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા પોઈન્ટ ઑફ પ્રેઝન્સ શુલ્કમાં વધારો કરવામાં આવ્યો છે. POP દ્વારા રજીસ્ટ્રેશન કરાવનાર ગ્રાહકે દરેક PRAN માટે ₹200 નો એકમચક (વન-ટાઇમ) ઓનબોર્ડિંગ ચાર્જ આપવો પડશે.

  • LPG નિયમ અને કિંમત

LPG સિલિન્ડર ગ્રાહકોને બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન નહી હોય તો સબસિડી અટકી શકે છે. ઓથેન્ટિકેશન પૂર્ણ થયા પછી બુકિંગ અને સબસિડી બંનેનો લાભ મળશે. વૈશ્વિક તણાવને લીધે LPG સિલિન્ડર ભાવમાં પણ ફેરફાર થયો છે.

  • SBI-ATM નો નિયમ

SBI તેના સેલેરી પેકેજ એકાઉન્ટ હોલ્ડર્સ માટે અન્ય બેંકોના ATMs અને ઓટો ડિપોઝિટ વિથડ્રોઅલ મશીનો (ADWM) પર SBI ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર મળતા મફત માસિક ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં સુધારો કરી રહ્યું છે.

  • લાઈફ સર્ટિફિકેટ

જો તમે પેન્શનનો લાભ લેવા ઈચ્છતા હો તો લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાનો સમય શરૂ થઈ ગયો છે. સર્ટિફિકેટ ઓનલાઈન અથવા ઓફલાઈન જમા કરાવવાનું રહેશે.

  • બેન્કોમાં અધધ 16 દિવસની રજાઓ

તમારા નાણાકીય વ્યવહારો માટે બેન્કો આ મહિને માત્ર 15 દિવસ જ કાર્યરત રહેશે. તહેવારો દરમિયાન દશેરા, ગાંધી જયંતિ જેવી અનેક સામૂહિક રજાઓના કારણે બેન્કો 16 દિવસ સુધી કામ-કાજ નહી કરે.

Join WhatsApp

Join Now

Leave a Comment