Fact Check 5 Day Working India: દેશભરમાં પબ્લિક સેક્ટરમાં અને ખાસ કરીને બેન્કોમાં 5-ડે વીકને લઈને લાંબા સમયથી અનેક ચર્ચાઓ અને તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. તેને લઈને આજે એક મોટી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા કલાકોથી ભારત સરકારના સત્તાવાર ગેઝેટના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સરકારે 5-ડે વીક ફોર્મૂલાને અમલમાં મૂકતી મંજૂરી આપી દીધી છે તેવો દાવો કરવામાં આવે છે. એટલે કે હવેથી કોર્પોરેટ, પબ્લિક અને બેન્કિંગ સેક્ટરમાં 5-ડે વીક એટલે કે દર શનિવારે રજા રહેશે, તેવી ભારત સરકારે મંજૂરી આપી દીધી છે તેવો દાવો કરતો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેનું PIB એ ખંડન કરતા સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જાણકારી આપી છે, કે સરકારે આવો કોઈ પરિપત્ર જાહેર નથી કર્યો અને આ ફેક છે.
સપ્ટેમ્બર 2026 માં બેન્ક કર્મચારીઓ દ્વારા 5-ડે વીકની માંગને લઈને હડતાલનુ એલાન કરવામાં આવ્યુ હતુ, જે બાદમાં સમજાવટ બાદ રદ્દ રહ્યુ હતુ, તેને લઈને હવે મોટી ખબર સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલો હોવાનો દાવો કરતો પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે SBI સહિત તમામ સરકારી બેન્કો માટે દર શનિવારે રજા જાહેર કરી દીધી છે. જ્યારે PIBFactCheckએ સોશિયલ મીડિયા પર વાયરલ પરિપત્રને ફેક ગણાવ્યો છે.
આ પહેલાં બેંકોમાં 5 દિવસ કામકાજની માગને લઈને ત્રણ દિવસની બેંક હડતાળ મુલતવી રાખવામાં આવી હતી. ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે રવિવારે મોડી રાત્રે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં રજાઓની માગને લઈને કમિટી બનાવવા પર સહમતિ બની છે.












