ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

જસ્ટિસ માર્કંડેય કાત્જુએ બનાવી અનોખી ‘ઇશ્ક કરો પાર્ટી’, જાણો શું છે આ નવો રાજકીય પ્રયોગ

markandey-katju-new-political-party-ishq-karo-party-ikp

દેશ સામે ગરીબી અને બેરોજગારી જેવી અગણિત સમસ્યાઓ છે, અને તેની સામે રાજકીય પક્ષોની સંખ્યા પણ સતત વધી રહી છે. અગાઉ ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janata Party) બાદ હવે દેશમાં એક સાવ અનોખા જ નામ સાથે નવી પાર્ટી મેદાનમાં આવી છે, જેનું નામ છે. ‘ઇશ્ક કરો પાર્ટી’ (Ishq Karo Party – IKP).

જસ્ટિસ માર્કંડેય કાત્જુનો અનોખો પ્રયોગ

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ સોશિયલ મીડિયા પર ‘ઇશ્ક કરો પાર્ટી’ (Ishq Karo Party – IKP) નામે એક નવો રાજકીય પક્ષ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. જસ્ટિસ કાત્જુએ સ્પષ્ટ કર્યું છે કે આ પક્ષના માધ્યમથી તેઓ દેશમાં વ્યાપેલી ગરીબી, ભૂખમરો, બેરોજગારી, કથળેલું શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની અને ગંભીર સમસ્યાઓ સામે અવાજ ઉઠાવશે. આ જાહેરાતની સાથે જ તેમણે પક્ષના હોદ્દેદારોની નિમણૂક પણ કરી દીધી છે, જેમાં તેઓ પોતે આ પક્ષના ‘મુખ્ય સંરક્ષક’ (Mentor) તરીકેની ભૂમિકા ભજવશે.

CJP આંદોલન પર પ્રહાર અને સભ્યપદની જાહેરાત

જસ્ટિસ કાત્જુએ ‘કોકરોચ જસ્ટિસ પાર્ટી’ (CJP) ના આંદોલન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, CJP ના ફોલોઅર્સે હવે વિરોધ પ્રદર્શનોમાં પોતાનો કિંમતી સમય બગાડવો જોઈએ નહિ અને તેમણે પોતાની નવી બનાવેલી ‘ઇશ્ક કરો પાર્ટી’ (Ishq Karo Party – IKP)માં જોડાઈ જવું જોઈએ. પોતાના પક્ષ સાથે જોડાવા અને સભ્યપદ મેળવવા માટે તેમણે એક સત્તાવાર ઈમેઈલ આઈડી પણ જાહેર કર્યું છે, જેથી લોકો સરળતાથી પક્ષનો સંપર્ક કરી શકે.

પક્ષનું માળખું અને મુખ્ય ઉદ્દેશ્ય

જસ્ટિસ કાત્જુએ પક્ષના અનોખા બંધારણ અને માળખા અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, જે લોકો 44 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે, તેઓ જ આ ‘ઇશ્ક કરો પાર્ટી’માં જોડાઈ શકે છે. જો લોકો પક્ષની મૂળભૂત વિચારધારા સાથે સહમત થશે, તો તેમને પક્ષના ઉપાધ્યક્ષોમાંથી એક બનાવવામાં આવશે. 

ટૂંકમાં, આ પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત રાજકારણની જેમ એકબીજા પર આક્ષેપબાજી કરવાનો નથી, પરંતુ રાજકીય કાદવ ઉછાળવાથી દૂર રહીને દેશની સાચી અને પાયાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. હવે જોવાનું એ રહેશે કે લોકો આ ‘ઇશ્ક કરો પાર્ટી'(Ishq Karo Party – IKP)ને કેટલો પ્રતિસાદ આપે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment