ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

FIR on Pranit More : વાયરલ કોમેડી ક્લિપ બાદ મહારાષ્ટ્ર સાયબર પોલીસની કાર્યવાહી

pranit-more-fir-maharashtra-cyber-police-action-ncw-notice-viral-comedy-video

FIR on Pranit More : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્ટેન્ડ-અપ કોમેડી શોના કેટલાક વીડિયો ક્લિપ્સને લઈને મહારાષ્ટ્રમાં મોટો વિવાદ ઉભો થયો છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે અને અન્ય કેટલાક લોકો સામે FIR નોંધી છે. મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર પ્રસારિત થયેલા કથિત વાંધાજનક અને અશ્લીલ કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કઈ કલમો હેઠળ નોંધાયો ગુનો?

મહારાષ્ટ્ર સાયબરના નોડલ સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો જેવી કે 75(1)(iv), 75(3), 294, 353(2) તેમજ માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act), 2000ની કલમ 67 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  FIRમાં પ્રણિત મોરે ઉપરાંત હિમાંશુ જાંગ્રા, ડૉ. સેજલ પવાર અને વીડિયોમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ પણ FIRમાં સામેલ કરવામાં આવ્યા છે.

આખરે કેવી રીતે શરૂ થયો સમગ્ર વિવાદ?

સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બે અલગ-અલગ વીડિયો ક્લિપ્સથી શરૂ થયો હતો. આ બંને વીડિયો પ્રણિત મોરે દ્વારા હોસ્ટ અને સંચાલિત કરવામાં આવતા અલગ-અલગ સ્ટેન્ડ-અપ કોમેડી શોના હોવાનું સામે આવ્યું છે, જેમાં નીચે મુજબની વિગતો હતી:

  • ડૉ. સેજલ પવારની ટિપ્પણી વિવાદમાં : એક વીડિયોમાં ડૉ. સેજલ પવાર દ્વારા મૃત વ્યક્તિઓને લઈને કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓ સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ હતી.

  • ₹370 બિરયાની વીડિયોને લઈને હોબાળો : બીજા વીડિયોમાં IT પ્રોફેશનલ હિમાંશુ જાંગ્રા દ્વારા કરવામાં આવેલી ‘₹370 બિરયાની’ સંબંધિત ટિપ્પણીઓ ચર્ચાનો વિષય બની હતી. આ IT પ્રોફેશનલ યુવકનો “₹370 બિરયાની” સંબંધિત એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એવો કથિત સંદેશ આપવામાં આવ્યો હતો કે કોઈ છોકરી પાછળ ડેટ પર ખર્ચ કરવામાં આવે, તો તેના બદલામાં શારીરિક સંબંધોની અપેક્ષા રાખવી યોગ્ય છે. આ બાબતને ભારે અશ્લીલ ગણાવવામાં આવી છે. 

 

મહત્વની વાત એ છે કે બંને વ્યક્તિઓ શોમાં કલાકાર તરીકે નહીં પરંતુ દર્શક તરીકે હાજર હતા અને ‘ક્રાઉડ વર્ક’ સેગમેન્ટ દરમિયાન આ નિવેદનો આપ્યા હોવાનું સામે આવ્યું છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે પણ લીધી ગંભીર નોંધ

આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ પણ મહિલાઓની સુરક્ષા અને સન્માનના મુદ્દે ગંભીર નોંધ લીધી છે. આ મામલે NCWના અધ્યક્ષ વિજયા રહાટકરે હરિયાણા પોલીસના ડીજીપીને પત્ર લખીને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.સાથે જ સાત દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

NCWએ કયા મુદ્દાઓ પર માંગ્યો અહેવાલ?

મહિલા આયોગે નીચેના મુદ્દાઓ પર તપાસ અને અહેવાલ માંગ્યો છે:

  • શું કાયદેસરની FIR નોંધવામાં આવી છે?
  • વીડિયોમાં દેખાતા લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવી?
  • વાયરલ વીડિયોની સત્યતા અને પ્રમાણિકતા શું છે?
  • કાર્યક્રમના આયોજકો અને સ્થળ વ્યવસ્થાપનની ભૂમિકા શું હતી?

22 જૂને થશે સુનાવણી

આ સમગ્ર મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગ્રાને નોટિસ પાઠવી છે.

આ કેસની આગામી સુનાવણી 22 જૂન 2026ના રોજ સાંજે 4 વાગ્યે યોજાનાર છે, જ્યાં સંબંધિત પક્ષોને પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે.

“KEM MARD” એ ડૉ. સેજલ પવારની ટિપ્પણીઓથી અંતર રાખ્યું

વિવાદ બાદ કેઇએમ મર્દ (KEM MARD – રેસિડન્ટ ડૉક્ટર્સ એસોસિએશન)એ પણ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. એસોસિએશને ડૉ. સેજલ પવારની ટિપ્પણીઓને અયોગ્ય અને બિનવ્યાવસાયિક ગણાવી હતી. જોકે, સાથે જ સોશિયલ મીડિયા પર થઈ રહેલા અતિશય ટ્રોલિંગ અને વ્યક્તિગત નિશાન બનાવવાની પ્રવૃત્તિ સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી. એસોસિએશનનું કહેવું છે કે સંબંધિત વિદ્યાર્થીએ પોતાની ભૂલ સ્વીકારીને જાહેરમાં માફી માંગી છે અને ચર્ચા માત્ર ઘટનાની મર્યાદામાં જ થવી જોઈએ.

સોશિયલ મીડિયા કન્ટેન્ટ અને જવાબદારી પર ફરી ચર્ચા

આ સમગ્ર વિવાદે સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી સામગ્રી, સ્ટેન્ડ-અપ કોમેડીની મર્યાદાઓ અને જાહેર મંચ પર કરવામાં આવતી ટિપ્પણીઓની જવાબદારી અંગે ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. હવે સૌની નજર 22 જૂનની સુનાવણી અને તપાસ એજન્સીઓની આગામી કાર્યવાહી પર ટકેલી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment