By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: PF ખાતાધારકો માટે મોટી ખુશખબર : હવે ગણતરીની મિનિટોમાં UPI અને ATM થી ઉપાડી શકાશે PF ના પૈસા
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Business > PF ખાતાધારકો માટે મોટી ખુશખબર : હવે ગણતરીની મિનિટોમાં UPI અને ATM થી ઉપાડી શકાશે PF ના પૈસા
Business

PF ખાતાધારકો માટે મોટી ખુશખબર : હવે ગણતરીની મિનિટોમાં UPI અને ATM થી ઉપાડી શકાશે PF ના પૈસા

newsgujarat
Last updated: 2026/06/18 at 7:06 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
epfo-good-news-pf-withdrawal-via-upi-and-atm-new-rules
EPFO Good News PF Withdrawal via UPI and ATM New Rules
SHARE

નોકરી કરતા દરેક વ્યક્તિ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) એ તેમની ભવિષ્યની સુરક્ષા અને પરસેવાની કમાણી હોય છે. અત્યાર સુધી PF ના પૈસા ઉપાડવા એટલે લાંબી પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે. જો તમને અચાનક પૈસાની જરૂર પડે અને તમારા PF ના પૈસા તમારા બેંક ખાતામાં UPI દ્વારા સીધા જમા થઈ જાય તો? જી હા, શ્રમ મંત્રાલય (Labour Ministry) દ્વારા EPFO સભ્યો માટે આવી જ એક જબરદસ્ત અને રાહત આપનારી સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી રહી છે.

PF ના પૈસા ઉપાડવા હવે બનશે એકદમ સરળ

EPFO (એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) ના સભ્યો માટે આ ખરેખર એક મોટા અને સારા સમાચાર છે. હવે તમારે PF ખાતામાં જમા થયેલી રકમ ઉપાડવા માટે લાંબી રાહ જોવી નહીં પડે કે સરકારી કચેરીઓના આટાફેરા નહીં ખાવા પડે. નવી સુવિધા મુજબ, હવે PF ની રકમ ATM અને UPI દ્વારા પણ ઉપાડી શકાશે.

મળતી માહિતી મુજબ, શ્રમ મંત્રાલય આ નવી અને આધુનિક સુવિધાને આ જ મહિનાના (જૂન માસના) અંત સુધીમાં અમલમાં મૂકવાની પૂરી તૈયારી કરી લીધી છે.

કેટલી રકમ ઉપાડી શકાશે?

આ નવી સિસ્ટમ પ્રમાણે ખાતાધારકોને એક મોટી આર્થિક સ્વતંત્રતા મળશે.

  • 75% ની લિમિટ: ખાતાધારકો પોતાની કુલ જમા રકમના 75 ટકા સુધીની રકમ આ નવી સુવિધા મારફતે ઉપાડી શકશે.
  • સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર: UPI દ્વારા PF ખાતામાંથી સીધી જ રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
  • એકવાર રકમ બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય, ત્યારબાદ તમે તમારા સામાન્ય ATM કાર્ડનો ઉપયોગ કરીને જરૂરિયાત મુજબ રોકડ ઉપાડી શકો છો.

ટેકનિકલ તૈયારીઓ અંતિમ તબક્કામાં

સરકાર આ સિસ્ટમને સુરક્ષિત અને અત્યંત ઝડપી બનાવવા માંગે છે, જેથી કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને. શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સુવિધા માટે EPFO નું નવું 2.01 સર્વર તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલમાં ટેકનિકલ તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે. જેવું આ નવું 2.01 સર્વર લાઈવ થશે, કે તરત જ આ UPI અને ATM વિડ્રોઅલ (Withdrawal) યોજના સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.

નોકરિયાત વર્ગને શું ફાયદો થશે?

આ ઐતિહાસિક પગલાંથી નોકરિયાત વર્ગને અનેક ફાયદાઓ થશે. જેમકે મેડિકલ ઈમરજન્સી કે અન્ય કોઈ આકસ્મિક જરૂરિયાતના સમયે સભ્યો પોતાના જમા ભંડોળનો ઝડપી ઉપયોગ કરી શકશે. પૈસા માટે અઠવાડિયાઓ સુધી રાહ જોવાની કે ફોર્મ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને સમયનો બચાવ થશે. પોતાના જ પૈસા પર ખાતાધારકનો સીધો અને સરળ કંટ્રોલ રહેશે, જેનાથી તેમની નાણાકીય સ્વતંત્રતામાં વધારો થશે.ટૂંકમાં કહીએ તો, જૂન મહિનાના અંત સુધીમાં PF ખાતાધારકોની સૌથી મોટી મુશ્કેલીનો કાયમી ઉકેલ આવવાની પૂરી શક્યતા છે. આ નિર્ણય ખરેખર લાખો પરિવારો માટે સંકટ સમયની સાંકળ સાબિત થશે.

newsgujarat June 18, 2026 June 18, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article virushka-london-vacation-virat-kohli-anushka-sharma લંડનમાં વિરુષ્કાનો ‘મી ટાઈમ’: વિરાટ કોહલીએ દીકરા અકાય સાથે કરી મસ્તી, જુઓ વાયરલ તસવીરો
Next Article smriti-mandhana-cricket-records-become-first-male-or-female-cricketer-to-hit-600-fours-in-t20i સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ : T20 ઇન્ટરનેશનલમાં 600 ચોગ્ગા ફટકારનાર વિશ્વની નંબર-1 પ્લેયર બની
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

epfo-portal-down-alert-epfo-service-outage

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

siya-lover-chetan-murder-case-conspiracy-revealed

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

- Join US -
Ad image

You Might Also Like

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund
BusinessLatest Stories

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

4 Min Read
epfo-portal-down-alert-epfo-service-outage
Business

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

2 Min Read
modi-government-restricts-bulk-petrol-diesel-purchases-for-90-days
Business

પેટ્રોલ-ડીઝલ પર મોદી સરકારનો મોટો નિર્ણય, જથ્થાબંધ ખરીદી પર 90 દિવસનો પ્રતિબંધ

3 Min Read
Business

શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524

0 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?