By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: કર્ણાટક MLC ચૂંટણીમાં ભારે ઉલટફેર: કોંગ્રેસે મારી બાજી, BJP ધારાસભ્યોના ‘અંતરાત્માના અવાજ’થી રાજકારણ ગરમાયું
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > India > કર્ણાટક MLC ચૂંટણીમાં ભારે ઉલટફેર: કોંગ્રેસે મારી બાજી, BJP ધારાસભ્યોના ‘અંતરાત્માના અવાજ’થી રાજકારણ ગરમાયું
India

કર્ણાટક MLC ચૂંટણીમાં ભારે ઉલટફેર: કોંગ્રેસે મારી બાજી, BJP ધારાસભ્યોના ‘અંતરાત્માના અવાજ’થી રાજકારણ ગરમાયું

newsgujarat
Last updated: 2026/06/19 at 2:16 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
karnataka-mlc-elections-congress-victory-bjp-cross-voting
Karnataka Mlc Elections Congress Victory BJP Cross Voting | Image Credit : ANI
SHARE

રાજકારણમાં ક્યારેય કંઈપણ સ્થિર હોતું નથી, અને આ વાત ફરી એકવાર કર્ણાટકના રાજકીય દંગલમાં સાબિત થઈ છે. કર્ણાટક વિધાન પરિષદ (MLC)ની સાત બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં એક એવો મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જ્યાં કોંગ્રેસે પોતાની વ્યૂહનીતિના જોરે પાંચ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે ભાજપના ફાળે બે બેઠકો આવી છે. મતદાનમાં તમામ 222 ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસે પોતાની મજબૂત વ્યુહરચના અને ચોકઠાં ગોઠવીને આ ચૂંટણીમાં એકતરફી જેવી જીત હાસલ કરી છે.

વિપક્ષી ગઢમાં ગાબડું અને ‘ક્રોસ વોટિંગ’નો ખેલ

આ ચૂંટણીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે વિપક્ષી ખેમામાં મોટું ગાબડું પાડ્યું. ભાજપમાંથી હાંકી કઢાયેલા ત્રણ ધારાસભ્યોમાંથી બે ધારાસભ્ય- એસ. ટી. સોમશેખર અને શિવરામ હેબ્બાર પાસે કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કરાવવામાં આવ્યું હતું. આ ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો કોંગ્રેસે 7માંથી 5 બેઠકો પોતાના નામે કરી લીધી છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ફાળે માત્ર 2 બેઠકો જ આવી છે.

ભાજપના આ બે ધારાસભ્યો એસ. ટી. સોમશેખર અને શિવરામ હેબ્બારે કોઈપણ ડર વગર મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે તેમણે કોંગ્રેસના ઉમેદવારને વોટ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, તેઓએ આને પોતાના ‘અંતરાત્માનો અવાજ’ ગણાવ્યો હતો. આ બંને નેતાઓ મતદાનના આગલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યો જે રિસોર્ટમાં રોકાયા હતા ત્યાં પણ જોવા મળ્યા હતા.

જીત બાદ કોંગ્રેસનું શું કહેવું છે?

આ મોટી જીત બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં વરિષ્ઠ નેતા રણદીપ સૂરજેવાલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિવકુમારે જાહેરમાં ક્રોસ વોટિંગ વિશે સીધી જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે પોતાની સમજદારી અને અંતરાત્માના અવાજ મુજબ ધારાસભ્યોએ મત આપ્યો છે. પરંતુ રાજકીય વર્તુળોમાં આ જીતને શિવકુમારની વ્યૂહાત્મક સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

જીતવા માટે 28 મતોનું ગણિત અને સંખ્યાબળ

નિયમો અનુસાર, આ વિધાન પરિષદની ચૂંટણી જીતવા માટે પ્રત્યેક ઉમેદવારને ઓછામાં ઓછા 28 મતોની જરૂરિયાત હતી. વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળના આધારે કોંગ્રેસ ચાર અને ભાજપ બે બેઠકો એકદમ સરળતાથી જીતી શકે તેમ હતી. પરંતુ કોંગ્રેસે પાંચમી બેઠક પર પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારીને આખી ચૂંટણીને ભારે રસપ્રદ અને રોમાંચક બનાવી દીધી હતી. ખાસ કરીને સાતમી બેઠક માટે કોંગ્રેસ અને જેડી(એસ) વચ્ચે સીધો મુકાબલો હતો, જેમાં અંતે કોંગ્રેસે પોતાની વ્યૂહનીતિના જોરે બાજી મારી લીધી હતી. આ મહત્વપૂર્ણ ચૂંટણી જંગમાં કોંગ્રેસ તરફથી થિપ્પન્નપ્પા કામકનૂર, પી. વી. મોહન, બી. કે. હરિપ્રસાદ, શિવન્ના બી એસ અને વિનય કાર્તિક પ્રકાશ જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા

newsgujarat June 19, 2026 June 19, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article smriti-mandhana-cricket-records-become-first-male-or-female-cricketer-to-hit-600-fours-in-t20i સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ : T20 ઇન્ટરનેશનલમાં 600 ચોગ્ગા ફટકારનાર વિશ્વની નંબર-1 પ્લેયર બની
Next Article lionel-messi-first-fifa-world-cup-hat-trick-record-argentina-vs-algeria Messi Hat Trick : 200મી આંતરરાષ્ટ્રીય મેચમાં રચ્યો ઈતિહાસ, કરિયરની પહેલી વર્લ્ડ કપ હેટ્રિક
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

bharat-taxi-service-gujarat-launch

Bharat Taxi Launch: આવી ગઈ સસ્તી સ્વદેશી ટેક્સી, ઓલા-ઉબેરની દાદાગીરી ખતમ?

fifa-world-cup-2026-ecuador-beat-germany-national-holiday

FIFA World Cup 2026: ઈક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય રજા જાહેર કરી

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

epfo-portal-down-alert-epfo-service-outage

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

- Join US -
Ad image

You Might Also Like

siya-lover-chetan-murder-case-conspiracy-revealed
IndiaLatest Stories

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

4 Min Read
pranit-more-fir-maharashtra-cyber-police-action-ncw-notice-viral-comedy-video
India

FIR on Pranit More : વાયરલ કોમેડી ક્લિપ બાદ મહારાષ્ટ્ર સાયબર પોલીસની કાર્યવાહી

4 Min Read
markandey-katju-new-political-party-ishq-karo-party-ikp
India

જસ્ટિસ માર્કંડેય કાત્જુએ બનાવી અનોખી ‘ઇશ્ક કરો પાર્ટી’, જાણો શું છે આ નવો રાજકીય પ્રયોગ

3 Min Read
Bihar Politics Tejashwi Yadav Returns Z Plus Security Lalu Rabri Security Removed
India

બિહારમાં રાજકીય ગરમાવો: લાલુ-રાબડી બાદ તેજસ્વી યાદવે પણ Z+ સુરક્ષા પરત કરી, RJDનો સરકાર પર પ્રહાર

3 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?