ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

NEET UG 2026 CBI Chargesheet : NEET-UG 2026 પેપર લીક મામલે CBIની ચાર્જશીટ, NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું

NEET UG 2026 CBI Chargesheet

NEET UG 2026 CBI Chargesheet :  નીટ-યુજી 2026 પરીક્ષા પેપર લીક મામલે CBIએ ચાર્જશીટ રજુ કરી છે. NEET-UG 2026 પેપર લીક કેસમાં CBIની ચાર્જશીટે પરીક્ષા પ્રણાલીની સુરક્ષા અને ગોપનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે પ્રશ્નપત્ર કોઈ પ્રિંટિંગ પ્રેસમાંથી લીક થયું નહોતું, પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માટે કામ કરી રહેલા વિષય નિષ્ણાતોએ જ પોતાના અધિકૃત એક્સેસનો દુરુપયોગ કરીને પેપર લીક કર્યું હતું. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટ આ મામલે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર 10 ઓગસ્ટે સંજ્ઞાન લેશે. 

અનુવાદ અને પ્રૂફરીડિંગની પ્રક્રિયામાં જ ગેરરીતિનો આરોપ

CBIના જણવ્યા અનુસાર, બોટની-ઝૂલોજીના નિષ્ણાત મનીષા ગુરુનાથ મંધારે, કેમિસ્ટ્રીના નિષ્ણાત પ્રહ્લાદ વિઠ્ઠલરાવ કુલકર્ણી અને ફિઝિક્સના નિષ્ણાત મનીષા સંજય હવાલદારની ભૂમિકા અંગે ચાર્જશીટમાં વિગતો રજૂ કરી છે. પ્રૂફરીડિંગની પ્રક્રિયા દરમિયાન આ વિષય નિષ્ણાતોએ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને પ્રશ્નપત્રની માહિતી બહાર પહોંચાડી હતી.

ઉમેદવારોને ઘરે બોલાવી પ્રશ્નો સમજાવ્યાનો દાવો

CBIની તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મનીષા મંધારે અને પ્રહ્લાદ કુલકર્ણીએ પુણે ખાતે તેમના ઘરે ઉમેદવારોને બોલાવી ખાસ રિવિઝન સેશન યોજ્યા હતા. આ સેશનમાં ઉમેદવારોને પ્રશ્નો, તેમના ચાર વિકલ્પો અને સાચા જવાબો મૌખિક રીતે જણાવવામાં આવ્યા હતા. CBIના જણવ્યા અનુસાર, ઉમેદવારોએ આ માહિતી નોટબુકમાં હાથથી લખી હતી. જેથી તેનો કોઈ પણ પ્રકારનો ડિજિટલ રેકોર્ડ ન બની શકે અને કૌભાંડ લાંબા સમય સુધી છુપાયેલું રહે.

આ પણ વાંચો : 15 ઓગસ્ટ પછી નહીં મળે ગેસ સિલિન્ડર? ફટાફટ ચેક કરો તમારું e-KYC થયું છે કે નહીં!

ફિઝિક્સના સવાલોની હસ્તલિખિત નોંધોના ફોટા મોકલાયા હોવાનો આરોપ

ચાર્જશીટ મુજબ ફિઝિક્સ નિષ્ણાત મનીષા હવાલદારે કેટલાક પ્રશ્નોની માહિતી પુણેના એક ફિઝિક્સ લેક્ચરર તેજસ હર્ષદકુમાર શાહ સુધી પહોંચાડી હતી. ત્યારબાદ તેજસ હર્ષદકુમાર હસ્તલિખિત નોંધોની તસવીરો ખેંચીને લાતૂર સ્થિત રેણુકાઈ કરિયર સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર શિવરાજ મોટેગાંવકરને મોકલી આપી હતી. 

નાણાકીય વ્યવહારો અંગે પણ CBI તપાસ કરી છે. CBIનો દાવો છે કે તેજસ શાહ તરફથી મનીષા હવાલદારના પતિના મોબાઇલ નંબર પર ઓનલાઇન નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા હતા અને તેના સંબંધિત પુરાવા પણ તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વરસાદ વચ્ચે ચાલુ હતી મેચ, અચાનક વીજળી પડતાં ખેલાડીનું મોત

Join WhatsApp

Join Now

Leave a Comment