ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

Thai Footballer Lightning Strike : વરસાદ વચ્ચે ચાલુ હતી મેચ, અચાનક વીજળી પડતાં ખેલાડીનું મોત

Thai Footballer Lightning Strike

Thai Footballer Lightning Strike : દક્ષિણ થાઇલેન્ડના ફૂટબોલ મેદાન પર એવી ઘટના બની કે ખેલાડીઓથી લઈને દર્શકો સુધી સૌ સ્તબ્ધ થઈ ગયા. જ્યાં વરસાદ વચ્ચે રમાઈ રહેલી ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડવાથી 24 વર્ષીય થાઇ ફૂટબોલર સોફવાન અવાએનું દર્દનાક મોત થયું છે, જ્યારે અન્ય 12 ખેલાડીઓ ઘાયલ થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં વરસાદ વચ્ચે ખેલાડીઓ ફૂટબોલ રમી રહ્યા હતા અને ત્યારે જ અચાનક મેદાનમાં ખેલાડી પર વીજળી પડી હતી.

 

ગોલોક FA કપ દરમિયાન બની ઘટના

મળતા સમાચાર મુજબ, આ ઘટના 4 ઓગસ્ટે થાઇલેન્ડના નારાથીવાટ પ્રાંતમાં આવેલા સુન્ગાઈ ગોલોકના સેન્ટિફાપ સ્ટેડિયમમાં બની હતી. આ દુર્ઘટના ‘ગોલોક FA કપ’ દરમિયાન બની હતી, જે એક લોકલ ટૂર્નામેન્ટ છે જેમાં એમેચ્યોર અને થાઇ-મલેશિયન ટીમો ભાગ લે છે. આ મેચ અવાએની ટીમ SAMCOLTS અને ‘અબુ x નોંગ સિરિન’ વચ્ચે રમાઈ રહી હતી. સોફવાન વિંગર તરીકે રમતો હતો અને તાજેતરમાં થાઇ લીગ-3ની Yala FC ટીમ સાથે જોડાયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. વીજળી પડ્યા બાદ સાથી ખેલાડીઓ અને મેડિકલ ટીમે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું.

12 ખેલાડીઓ ઘાયલ

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ વીજળી પાડવાની આ ઘટનામાં કુલ 12 ખેલાડીઓ ઘાયલ થયા હતા. તેમાં 22 વર્ષીય મલેશિયન ફૂટબોલર અલિફ ઇઝ્ઝાહાન ઝુલ્કિફ્લીનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફૂટબોલ એસોસિએશન ઓફ થાઇલેન્ડને વ્યક્ત કર્યું દુઃખ

થાઇલેન્ડના ફૂટબોલ એસોસિએશનદ્વારા આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવાર તથા ક્લબ પ્રત્યે સાંત્વના પાઠવવામાં આવી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment