ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Breaking News US Air Strike On Iran

Breaking News : શનિવારના રોજ અમેરિકાએ ઈરાન પાર ત્રીજી વખત હવાઈ હુમલો કરતા બંને દેશો વચ્ચે તણાવ ફરી એક વખત વધ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા યુએનને ઈરાનને 24 કલાકનો અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલતા અમેરિકાએ હુમલો કર્યો. રિપોર્ટ મુજબ અમેરિકાએ ચાબહાર, બુશહર, બંદર અબ્બાસ અને સિરિકમાં એમ મળીને ઈરાનના 7 સ્થળો પર અટેક કર્યો છે.    

અમેરિકી સેન્ટ્રલ કમાંડ CENTCOMએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આની જાણકારી આપતા કહ્યું છે કે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ હોમુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા સાઈપ્રેસના ઝંડાવાળા કંન્ટેનર જહાજ M/V GFS Galaxy પર હુમલો કર્યો હતો. આ હુમલાના જવાબમાં અમેરિકી સેનાએ ઈરાનના ઠેકાણા પર હુમલો કર્યો છે.

હુમલામાં જહાજના ક્રૂ મેમ્બરમાંથી એક વ્યક્તિ ગુમ

સેન્ટકોમના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલું સાયપ્રસ જહાજ M/V GFS ગેલેક્સી પર IRGCએ હુમલો કર્યો ત્યારે આ હુમલામાં આગ લાગી અને એન્જિન રૂમને નોંધપાત્ર નુકસાન થયું. જેના કારણે જહાજ આગળ જઈ શક્યું નહી. આ હુમલામાં જહાજના ક્રૂ મેમ્બરમાંથી એક નાગરિક ગુમ થયાનું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર CENTCOM એ  લખ્યું કે, આ અઠવાડિયામાં હુમલાઓનો ત્રીજો રાઉન્ડ શરૂ કર્યો, જેમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજ પર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવ્યો.

ઈરાને ભારે કિંમત ચૂકવવી પડશે

CENTCOMએ આગળ કહ્યું કે, આ પહેલા પણ ઈરાનને વ્યાવસાયિક જહાજો પર હુમલા કર્યા છે. ઈરાને કરાર કર્યા અને તેનું પાલન કરવાની તક આપવામાં આવી હતી પરંતુ ઈરાને તેનું પાલન કર્યું નથી. યુએસ સેક્રેટરી ઓફ વોર પીટ હેગસેથે સેન્ટકોમની પોસ્ટનો જવાબ આપતા લખ્યું, “ઈરાને ખોટો નિર્ણય લીધો. હવે તેઓ કિંમત ચૂકવશે.” 

આ પણ વાંચો : હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

Join WhatsApp

Join Now

Leave a Comment