ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

IND vs ZIM T20 Series : ભારત સામેની સિરીઝ માટે ઝિમ્બાબ્વેની ટીમ જાહેર, જાણો કયા 3 મોટા ફેરફાર થયા!

IND vs ZIM T20 Series

IND vs ZIM T20 Series : આગામી 23 જુલાઈથી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે શરુ 3 મેચોની T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે પોતાની 15 ખેલાડીઓની ટીમની જાહેરાત(Zimbabwe T20 Squad) કરી દીધી છે. અનુભવી ઓલરાઉન્ડર સિકંદર રઝાને ટીમનું સુકાનીપદ સોંપવામાં આવ્યું છે. સિલેક્ટર્સે તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી T20 સીરિઝની સરખામણીએ આ ટીમમાં 3 મહત્ત્વના ફેરફાર કર્યા છે.

3 મોટા ફેરફાર: ટીમમાં કોની થઈ એન્ટ્રી અને કોણ થયું બહાર?

ફરી એકવાર ઓલરાઉન્ડર વેસ્લી મદેવેરે ટીમમાં પાછો ફર્યો છે, જે મિડલ ઓર્ડરમાં ટીમને મજબૂતી આપશે. બીજી બાજુ ઈજાના કારણે બાંગ્લાદેશ સામે ન રમી શકનાર ફાસ્ટ બોલર ન્યૂમેન ન્યામહુરી હવે સંપૂર્ણ ફિટ થઈને બોલિંગ આક્રમણ સંભાળવા તૈયાર છે. જોકે, તેની ગેરહાજરીમાં શાનદાર પ્રદર્શન કરનાર તનાકા ચિવાંગાએ પણ ટીમમાં પોતાની જગ્યા જાળવી રાખી છે.

આ સીરિઝનો સૌથી ચોંકાવનારો નિર્ણય વિકેટકીપર-બેટ્સમેન તફાદ્ઝવા ત્સિગાની પસંદગી કરવામાં આવી છે. તેને પ્રથમ વખત T20 ઇન્ટરનેશનલ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ટીમમાંથી કોણ થયું બહાર?

નવા ખેલાડીઓના ટીમમાં સમાવેશના કારણે ક્લાઇવ મદાંડે, ટિનોટેન્ડા માપોસા અને તાશિંગા મુસેકિવાને 15 સભ્યોની આ ટીમમાંથી બહાર થવું પડ્યું છે.

ક્યાં અને ક્યારે રમાશે થશે મુકાબલો?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે આ રોમાંચક ટક્કર રમાશે. મેચનું શેડ્યૂલ નીચે મુજબ છે: પ્રથમ T20 મેચ 23 જુલાઈએ, બીજી T20 મેચ 25 જુલાઈએ અને ત્રીજી T20 મેચ 26 ના રોજ રમાશે.

Zimbabwe T20 Squad
Zimbabwe T20 Squad

હોમ ગ્રાઉન્ડ પર ઝિમ્બાબ્વેનો ટાર્ગેટ

તાજેતરના પ્રદર્શનો બાદ ઝિમ્બાબ્વેની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મજબૂત પુનરાગમન કરવા માટે ઉત્સુક છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ આવી રહેલી યુવા ભારતીય ટીમને પોતાના ઘરઆંગણે આકરી ટક્કર આપવાનો ઝિમ્બાબ્વેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. ભારતીય યુવા બ્રિગેડ સામે ઝિમ્બાબ્વેના અનુભવી ખેલાડીઓની ટક્કર જોવી ખૂબ જ દિલચસ્પ રહેશે.

T20 સીરિઝ માટે ઝિમ્બાબ્વેની 15 સદસ્યની ટીમ

  1. સિકંદર રઝા (કેપ્ટન)
  2. તફાદ્ઝવા ત્સિગા (વિકેટકીપર)
  3. બ્રાયન બેનેટ
  4. રાયન બર્લ
  5. તનાકા ચિવાંગા
  6. બેન કરન
  7. બ્રેડ ઇવાન્સ
  8. વેસ્લી મદેવેરે
  9. તાદીવાનાશે મારુમાની
  10. વેલિંગ્ટન મસાકાદઝા
  11. બ્લેસિંગ મુઝારાબાની
  12. ડીયોન માયર્સ
  13. રિચાર્ડ નગારાવા
  14. ન્યૂમેન ન્યામહુરી
  15. મિલ્ટન શુમ્બા

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, વલસાડ-નવસારીમાં મેઘતાંડવની આગાહી

Join WhatsApp

Join Now

Leave a Comment