ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓ સામે તપાસથી ખળભળાટ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડીઓ સામે તપાસથી ખળભળાટ

અનુભવી ખેલાડીઓ મહમ્મદ રિઝવાન અને ઈમામ-ઉલ-હક સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જ ફરિયાદ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા બંને સામે તપાસ શરૂ થઈ છે. બંને ખેલાડીઓ પર મેચ ફિક્સિંગના આરોપોને લઈ તપાસ થઈ રહી છે. પાકિસ્તાન પ્રેસીડન્ટ કપમાં બંને ખેલાડીઓ નહી લઈ શકે ભાગ. જો આરોપ સાબિત થાય તો પુનરાગમન પર પણ પ્રશ્નાર્થ.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પોતાના જ ખેલાડીઓ સામે સાયબર એજન્સીમાં ફરિયાદ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને વિવાદ બંને એકબીજાના પર્યાય બની ગયા હોય એમ લાગે છે. વારંવાર ટીમમાંથી વિવિધ ફરિયાદો ઉઠતી જ રહે છે. ખરાબ પ્રદર્શન, વધુ પડતી આક્રમકતાને કારણે વારંવાર ટીમને ટીકાઓનો સામનો કરવો પડે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ખરાબ પ્રદર્શનના કારણે મહમ્મદ રિઝવાન અને ઈમામ-ઉલ-હકને પરત મોકલવામાં આવ્યા હતા, જે બાદ પાકિસ્તાનની નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા બંને ખેલાડીઓની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઈંગ્લેન્ડ પ્રવાસમાં ગોપનીય બાબત અને માહિતી લીક થવા મુદ્દે તપાસ

એજન્સી દ્વારા બંને ખેલાડીઓને ચાર કલાકથી વધુ સમય માટે પૂછપરછ કરાઈ હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ડ્રેસિંગ રૂમની ગોપનીય બાબત અને માહિતી લીક થવાના બંને પર આરોપોને લઈ તપાસ શરૂ કરાઈ છે. બંને ખેલાડીઓને પ્રેક્ટિસ સેશન, તેમના સંપર્કો, ડ્રેસિંગ રૂમની માહિતી લીક થવા અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. બંનેના ફોન અગાઉથી જ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. બંને ખેલાડીઓના બેન્ક અકાઉન્ટ અને નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પહેલી વખત પાકિસ્તાની ક્રિકેટર સામે સાયબર ક્રાઈમમાં તપાસ

પાકિસ્તાન ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત આવો કોઈ ઘટનાક્રમ બન્યો હશે કે પાકિસ્તાની ક્રિકેટર સામે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી હોય. ડ્રેસિંગ રૂમમાં માહિતી લીકના આરોપસર તપાસ અને પૂછપરછની પ્રક્રિયા હજુ ચાલુ છે. મહમ્મદ રિઝવાન અને ઈમામે સવાલોના લેખિત જવાબ માટે વધુ સમયની માંગ કરી છે. PCB એ શિસ્તભંગની અનેકો ફરિયાદ બાદ અનુશાસન અંગે તપાસ શરૂ કરી દીધી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment