ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

Womens Asia Cup 2026 : એશિયા કપમાં 8મી વખત ભારતીય મહિલા ટીમ બની વિજેતા

Womens Asia Cup 2026: ભારતીય મહિલા ટીમે એશિયા કપમાં શ્રીલંકાને 72 રનોથી હરાવી અને એશિયા કપનો ખિતાબ પોતાને નામે કરી લીધો છે. વિજેતા ભારતીય ટીમે એશિયન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ પહેલા ગત વર્ષે પુરુષ ટીમે પણ નકવીના હાથે નહોતી લીધી ટ્રોફી

ગત વર્ષે જ ભારતીય પુરુષ ટીમે નકવીના હાથથી ટ્રોફી લેવાનો ઈન્કાર કર્યો હતો, જ્યારે ભારતીય મહિલા ટીમ પણ એ જ સિલસિલો આગળ વધાર્યો છે. પુરુષ ટીમે જ્યારે ટ્રોફી લેવાનો ઈન્કાર કર્યો હતો ત્યારે નકવીએ ટ્રોફી એશિયન ક્રિકેટ કાઉન્સિલની ઓફિસમાં મોકલાવી દીધી હતી. ભારતીય ખેલાડીઓએ ટ્રોફી વિના જ ઉજવણી કરી હતી. મહિલા ટીમ પણ પુરુષ ટીમના પગલે જ આગળ વધી રહી છે. નકવી સ્ટેજ પર રાહ જોતા રહી ગયા અને ભારતીય ટીમે એમના હાથે ટ્રોફી ન સ્વીકાર કરી અને સેરેમનીને ખતમ કરી દેવામાં આવી.

મેચ પૂર્ણ થતા પહેલા જ નકવી પહોંચ્યા હતા

BCCI  અધ્યક્ષ રાજીવ શુકલા અને સચિવ દેવાજીત સૈકિયા સાથે મોહસીન નકવી મેચ જોવા બેઠા હતા. બાદમાં પ્રેઝન્ટેશન સેરેમનીમાં નકવીએ શ્રીલંકાની ટીમને ચેક સૌંપ્યો અને ભારતીય ટીમ ટ્રોફી લેવા ન આવતા સેરેમની ખતમ કરી દેવામાં આવી હતી.

દુબઈમાં રમાઈ રહેલી ફાઈનલ મેચમાં ફરી પાકિસ્તાનની ફજેતી

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત વિરોધી નિવેદનોના કારણે ભારતીય ટીમો તેમની સામે રોષે ભરાયેલી છે. BCCI સેક્રેટરી રાજીવ શુકલા અને સચિવ દેવજીત સૈકિયાએ ખેલાડીઓ સાથે વાત કરી હતી. ભારતીય ટીમે નકવીના હાથે ટ્રોફી ન સ્વીકારતા પાકિસ્તાનની જોવા જેવી થઈ હતી. પાકિસ્તાન સરકારમાં ગૃહમંત્રી છે મોહસીન નકવી .

જીત પર સૌએ ટીમને પાઠવ્યા અભિનંદન

ભારતીય મહિલા ટીમ એશિયા કપ 2026ની વિજેતા બનતા ચારે તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, મલ્લિકાર્જૂન ખડગે સહિતના દિગ્ગજોએ શુભેચ્છા પાઠવી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment