ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

DPL 2026 : શોટ ફટકાર્યો ને બોલ સીધો અમ્પાયરના ચહેરા પર વાગ્યો,અમ્પાયર ICUમાં દાખલ

DPL 2026 | Image Source : Instagram/delhipremierleaguet20

DPL 2026 Umpire Dharmesh Bhardwaj : દિલ્હી પ્રીમિયર લીગ 2026 (DPL 2026)ની એક મેચ દરમિયાન મેદાન પર એવી ઘટના બની કે સ્ટેડિયમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. ઈસ્ટ દિલ્હી રાઈડર્સ અને ન્યૂ દિલ્હી ટાઈગર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન અમ્પાયર ગંભીર રીતે ઘાયલ થતાં સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો.આ મેચ દરમિયાન ઓન-ફીલ્ડ અમ્પાયર ધર્મેશ ભારદ્વાજના ચહેરા પર સીધો જોરદાર બોલ વાગતા તેઓ મેદાન પર ઢળી પડ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને મેડિકલ ટીમને તાત્કાલિક મેદાન પર બોલાવવી પડી હતી અને ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ICUમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. 

સ્ટ્રેટ ડ્રાઇવ સીધો અમ્પાયરના ચહેરા પર વાગ્યો

બેટ્સમેન લક્ષ્ય થારેજાના બોલ પર સ્પિનર આશિષ મીનાએ જોરદાર સ્ટ્રેટ ડ્રાઇવ ફટકાર્યો હતો. બોલ એટલી ઝડપથી પાછો આવ્યો કે બોલર આશિષ મીનાને પણ તેને અટકાવવાનો પૂરતો સમય મળ્યો નહોતો. અમ્પાયર ધર્મેશ ભારદ્વાજ બરાબર બોલની સામે જ ઊભા હતા. અમ્પાયર ધર્મેશ ભારદ્વાજ પોતાની જાતને બચાવવા માટે નીચે નમે કે ખસે તે પહેલા જ બોલ તેમના ચહેરાના જમણા ભાગ પર સણસણતો વાગ્યો હતો. બોલ વાગતા જ તેઓ મેદાન પર પડી ગયા હતા. આ જોઈને ખેલાડીઓ તરત જ તેમની મદદ માટે દોડી આવ્યા હતા. શોટ મારનાર બેટ્સમેન લક્ષ્ય થારેજા પણ આ ઘટનાથી ભાવુક અને દુઃખી નજરે જોવા મળ્યો હતો.

આ સીઝનમાં બીજી વખત થયા ઇજાગ્રસ્ત

મેદાન પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ ધર્મેશ ભારદ્વાજની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે ધર્મેશ ભારદ્વાજ સાથે આ સીઝનમાં આ બીજી વખત અકસ્માત થયો છે. અગાઉની એક મેચ દરમિયાન પણ બોલ તેમના ખભા પર વાગ્યો હતો. આ વખતે બોલ સીધો ચહેરા પર વાગતા ઈજા ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

Join WhatsApp

Join Now

Leave a Comment