ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

Brett Lee Preity Zinta Dating Rumours : 16 વર્ષ બાદ બ્રેટ લીએ તોડી ચુપ્પી, પ્રીતિ ઝિન્ટા સાથેના સંબંધ પર કરી મોટી સ્પષ્ટતા

Brett Lee Preity Zinta Dating Rumours

Brett Lee Preity Zinta Dating Rumours : બોલિવૂડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) અને બ્રેટ લી(Brett Lee) વચ્ચેના સંબંધોને લઈને વર્ષો સુધી અનેક અટકળો ચાલી હતી. ખાસ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League)ની શરૂઆતના વર્ષોમાં બંને ઘણીવાર સાથે જોવા મળતા હોવાથી તેમના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. હવે લગભગ 16 વર્ષ બાદ બ્રેટ લીએ આખરે આ ચર્ચાઓ પર મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમના અને પ્રીતિ ઝિન્ટા વચ્ચે ક્યારેય કોઈ પ્રેમ સંબંધ નહોતો. બંને માત્ર સારા મિત્રો હતા અને આજે પણ એકબીજાનું ખૂબ સન્માન કરે છે.   

અમે માત્ર મિત્રો હતા

‘બોમ્બે ટાઇમ્સ’ સાથેના ઇન્ટરવ્યૂમાં બ્રેટ લીએ જણાવ્યું કે પ્રીતિ ઝિન્ટા એક ખૂબ જ સમજદાર અને સન્માનનીય મહિલા છે. જ્યારે તેઓ IPL દરમિયાન પંજાબ કિંગ્સ સાથે જોડાયેલા હતા ત્યારે બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી. અમે માત્ર સારા મિત્રો હતા અને આજે પણ છીએ. તેમણે ક્યારેય કોઈ બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress)ને ડેટ કરી નથી.તેમણે કહ્યું કે લોકો ગમે તેટલી અટકળો લગાવે, પરંતુ મેં ક્યારેય તેમને મારા પર પ્રભાવ પાડવા દીધો નથી.

કેવી રીતે શરૂ થઈ હતી ડેટિંગની ચર્ચા?

બ્રેટ લી અને પ્રીતિ ઝિન્ટાના અફેરની ચર્ચા વર્ષ 2008થી 2011 દરમિયાન સૌથી વધુ થઈ હતી. જયારે બ્રેટ લી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સ ટીમ તરફથી રમતા હતા, જ્યારે પ્રીતિ ઝિન્ટા ટીમની સહ-માલિક હતી. મુંબઈના એક રેસ્ટોરન્ટમાં બંનેને સાથે જોવા મળ્યા બાદ સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં તેમના સંબંધોને લઈને અનેક અહેવાલો સામે આવ્યા હતા. જોકે બંનેમાંથી કોઈએ પણ આ અટકળોને ક્યારેય સમર્થન આપ્યું નહોતું.

પ્રીતિ ઝિન્ટાએ પણ વર્ષો પહેલાં આપી હતી સ્પષ્ટતા

આ અફવાઓ વધતા વર્ષ 2010 માં પ્રીતિ ઝિન્ટાએ આ અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા. પ્રીતિએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે દર વર્ષે બ્રેટ લી સાથે તેમનું નામ જોડવામાં આવે છે, પરંતુ હકીકતમાં બંને માત્ર સારા મિત્રો છે. કોઈપણ પ્રકારના પ્રેમ સંબંધની વાત સંપૂર્ણપણે ખોટી છે.

બંનેના જીવનમાં હવે ખુશહાલ પરિવાર

બંનેના અંગત જીવનની વાત કરીએ તો, 2006માં બ્રેટ લીએ વર્ષ એલિઝાબેથ કેમ્પ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર છે, પરંતુ 2009માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ વર્ષ 2014માં બ્રેટ લીએ લાના એન્ડરસન સાથે લગ્ન કર્યા. હાલ તેઓ પોતાના પરિવાર સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે અને તેમને બે બાળકો છે. 

બીજી તરફ પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 2016માં અમેરિકાના જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં સરોગસી દ્વારા તેઓ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા હતા.

ફિલ્મોમાં જોવા મળશે પ્રીતિ ઝિન્ટા

લાંબા સમય બાદ પ્રીતિ ઝિન્ટા ફરી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં પ્રીતિ ઝિન્ટા ફિલ્મ બટવારા 1947(Batwara 1947)માં જોવા મળશે, જે 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેનું નિર્માણ આમિર ખાન (Aamir Khan) કરી રહ્યા છે. બીજી તરફ બ્રેટ લી વર્લ્ડ ક્રિકેટના સૌથી સફળ અને ઝડપી ફાસ્ટ બોલરોમાંના તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે ઓસ્ટ્રેલિયા માટે 76 ટેસ્ટ મેચમાં 310 વિકેટ અને 221 વન-ડે મેચમાં 380 વિકેટ ઝડપી હતી. વર્ષ 2015માં પોતાની 20 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી હતી.

આ પણ વાંચો : ભારતના નકશામાંથી ‘નોર્થ ઈસ્ટ’ ગાયબ, બોક્સર લવલીના બોરગોહેન ભડકી

Join WhatsApp

Join Now

Leave a Comment