ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી

Lovlina Borgohain Map Controversy : ભારતના નકશામાંથી ‘નોર્થ ઈસ્ટ’ ગાયબ, બોક્સર લવલીના બોરગોહેન ભડકી

lovlina borgohain map controversy cwg 2026 glasgow

Lovlina Borgohain Map Controversy : ભારતીય બોક્સરોએ ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026(CWG 2026)માં રિંગની અંદર શાનદાર પ્રદર્શન કર્યું છે. ટોક્યો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ લવલીના બોરગોહે(Lovlina Borgohain)ને મહિલા 75 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. લવલીના બોરગોહે પોતાની આ ઉપલબ્ધિને આસામના પૂર પીડિતોને સમર્પિત કરી હતી. પરંતુ મેચ પૂરી થયા બાદ ગ્લાસગોના એક રેસ્ટોરન્ટમાં રિંગ બહાર મોટો વિવાદ ઊભો થયો છે.

રેસ્ટોરન્ટના નેપકિન પર અધૂરો નકશો જોઈ ભડકી લવલીના

મેચ બાદ ભારતીય ખેલાડીઓ ગ્લાસગોના જાણીતા ભારતીય રેસ્ટોરન્ટ ‘મિસ્ટર સિંગ્સ ઈન્ડિયા’ ખાતે ડિનર કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ટેબલ પર રાખવામાં આવેલા નેપકિન પર લવલીનાની નજર પડી. નેપકિન પર છપાયેલા ભારતના નકશામાં ઉત્તર-પૂર્વ ભારતનો આખો ભાગ ગાયબ હતો. 

આસામથી આવતી આ સ્ટાર બોક્સરે આ ગંભીર બેદરકારી પર નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમારા નોર્થ ઈસ્ટ વગર ભારતનો નકશો અધૂરો છે. દેશનો દરેક હિસ્સો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમામ જગ્યાએ ભારતનો સાચો અને પૂરો નકશો જ દર્શાવવો જોઈએ.”

આ પણ વાંચો : IPL 2027 માં હાર્દિક પંડ્યા CSK માં જોડાશે? MIએ અટકળો પર આપ્યો જવાબ

બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) એ પણ કર્યો વિરોધ

બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અજય સિંહે લવલીનાના વિરોધને પણ સમર્થન આપ્યું છે. અને જણાવ્યું કે નેપકિન પરના નકશામાં માત્ર નોર્થ ઈસ્ટ જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરને પણ યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું નહોતું.

BFIએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને આવા નેપકિન તાત્કાલિક હટાવવા અને ભારતના સાચા નકશાનો ઉપયોગ કરવાની માંગ કરી છે. અજય સિંહે સ્પષ્ટ કર્યું કે વિદેશમાં ભારતની ઓળખ અને ભૌગોલિક અખંડિતતા સાથે જોડાયેલી આવી બેદરકારી સ્વીકાર્ય નથી. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભારતના નકશાના યોગ્ય પ્રદર્શનની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગ્લાસગોમાં અમદાવાદને સોંપાશે બેટન અને ધ્વજ, શરૂ થશે ઐતિહાસિક યજમાન યાત્રા

Join WhatsApp

Join Now

Leave a Comment