ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત આખરે થઈ ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને પોતાની ટીમ જાહેર કરી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે નવા ચહેરાઓને પણ મહત્વ આપવામાં આવ્યું છે.
નવી ટીમમાં સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે સિંધિયા અને રામ માધવ જેવા જાણીતા નામોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠનમાં ઉપાધ્યક્ષ, મહાસચિવ, સચિવ અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.
ભાજપની નવી ટીમમાં અનુભવની સાથે યુવા નેતાઓ, મહિલાઓ અને વિવિધ સામાજિક સમીકરણોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હોવાનું જોવા મળે છે. ખાસ કરીને આગામી સમયમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સ્મૃતિ ઈરાનીને મહાસચિવ, વસુંધરા રાજેને ઉપાધ્યક્ષની જવાબદારી
નવી ટીમમાં સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે.
આ ઉપરાંત રામ માધવને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના સંગઠનમાં લાંબો અનુભવ ધરાવતા નેતાઓને ફરી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવતા પાર્ટીની આગામી સંગઠનાત્મક રણનીતિ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

ગુજરાતમાંથી આ નેતાઓને સ્થાન
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના પણ કેટલાક નેતાઓને જવાબદારી મળી છે.
- વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
- જગદીશ ઈશ્વરભાઈ પટેલ – રાષ્ટ્રીય સચિવ
- રોહન ગુપ્તા – રાષ્ટ્રીય સચિવ
- હેમાંગ જોશી – યુવા મોરચા પ્રમુખ
ગુજરાતમાંથી યુવા નેતાઓને પણ સંગઠનમાં સ્થાન મળતાં આગામી સમયમાં પાર્ટીના સંગઠનાત્મક કામકાજમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.
ઉત્તર પ્રદેશ
રેખા વર્મા – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
તારિક મંસૂર – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
સ્મૃતિ ઈરાની – રાષ્ટ્રીય મહા સચિવ
હરીશ દ્વિવેદી – રાષ્ટ્રીય મહા સચિવ
ભોલા સિંહ – રાષ્ટ્રીય સચિવ
સંગીતા યાદવ – રાષ્ટ્રીય સચિવ
અમરપાલ મૌર્ય – OBC મોરચા પ્રમુખ
કુંવર બાસિત અલી – લઘુમતી (માઈનોરિટી) મોરચા પ્રમુખ
દિલ્હી
રામ માધવ – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
બી.એલ. સંતોષ – રાષ્ટ્રીય સંગઠન મહા સચિવ
સુનીલ બંસલ – રાષ્ટ્રીય મહા સચિવ
સંદીપ પાઠક – રાષ્ટ્રીય સચિવ
સ્વદેશ સિંહ – રાષ્ટ્રીય સચિવ
જય પ્રકાશ – રાષ્ટ્રીય સચિવ
રાજીવ બબ્બર – નોર્થ-ઈસ્ટ સહ-સંયોજક
પ્રદીપ ભંડારી – મીડિયા સહ-સંયોજક
સિદ્ધાર્થ યાદવ – મીડિયા સહ-સંયોજક
શિવાનંદ દ્વિવેદી – સોશિયલ મીડિયા સહ-સંયોજક
મહારાષ્ટ્ર
ભારતી પ્રવીણ પવાર – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
વિનોદ તાવડે – રાષ્ટ્રીય મહા સચિવ
શિવપ્રકાશ – રાષ્ટ્રીય સહ-સંગઠન મહા સચિવ (મુંબઈ)
પીયૂષ ગોયલ – રાષ્ટ્રીય ખજાનચી
પ્રીતિ ગાંધી – સોશિયલ મીડિયા સહ-સંયોજક
રાજસ્થાન
વસુંધરા રાજે સિંધિયા – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
સતીશ પૂનિયા – રાષ્ટ્રીય મહા સચિવ
રાજેશ મંગલ – રાષ્ટ્રીય સહ-ખજાનચી
મન્નાલાલ રાવત – ST મોરચા પ્રમુખ
મધ્ય પ્રદેશ
લાલસિંહ આર્ય – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
ગજેન્દ્ર પટેલ – રાષ્ટ્રીય મહા સચિવ
કવિતા પાટીદાર – રાષ્ટ્રીય સચિવ
વિષ્ણુ દત્ત શર્મા – ઓલ સેલ્સ કોઓર્ડિનેટર
બંસીલાલ ગુર્જર – કિસાન મોરચા પ્રમુખ
આશિષ ઉષા અગ્રવાલ – મીડિયા સહ-સંયોજક
ઉત્તરાખંડ
તીરથ સિંહ રાવત – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
મહેન્દ્ર પાંડે – કેન્દ્રીય કાર્યાલય સચિવ
અનિલ બલૂની – મીડિયા સંયોજક
આલોક ભટ્ટ – સોશિયલ મીડિયા સહ-સંયોજક
બિહાર
સિદ્ધાર્થ શંભુ – રાષ્ટ્રીય સચિવ
ઋતુરાજ સિન્હા – ઓલ સેલ્સ સહ-કોઓર્ડિનેટર
શિવેશ કુમાર રામ – SC મોરચા પ્રમુખ

ઓડિશા
બૈજયંત જય પાંડા – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
સંબિત પાત્રા – નોર્થ-ઈસ્ટ સંયોજક
આંધ્ર પ્રદેશ
ડી. પુરંદેશ્વરી – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
વિષ્ણુ વર્ધન રેડ્ડી – ઓલ સેલ્સ સહ-કોઓર્ડિનેટર
પંજાબ
મનપ્રીત સિંહ બાદલ – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
તરુણ ચુગ – કેન્દ્રીય કાર્યાલય પ્રભારી

કેરળ
કે. સુરેન્દ્રન – રાષ્ટ્રીય સચિવ
અનિલ એન્ટોની – રાષ્ટ્રીય સચિવ
છત્તીસગઢ
રૂપ કુમારી ચૌધરી – મહિલા મોરચા પ્રમુખ
દીપક મ્હાસ્કે – સોશિયલ મીડિયા સંયોજક
હરિયાણા
સંજય ભાટિયા – રાષ્ટ્રીય મહા સચિવ
અરુણ યાદવ – સોશિયલ મીડિયા સહ-સંયોજક
પશ્ચિમ બંગાળ
મધુચંદ્રા કર – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
મનોજ તિગ્ગા – રાષ્ટ્રીય સચિવ
કર્ણાટક
એમ. નાગરાજ – રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
ત્રિપુરા
બિપ્લબ કુમાર દેવ – રાષ્ટ્રીય મહા સચિવ
ચંદીગઢ
સૌદાન સિંહ – રાષ્ટ્રીય સહ-સંગઠન મહા સચિવ
ઝારખંડ
પ્રદીપ વર્મા – રાષ્ટ્રીય સચિવ
નાગાલેન્ડ
ફાંગનોન કોન્યાક – રાષ્ટ્રીય સચિવ
તમિલનાડુ
એમ. વેંકટેશન – રાષ્ટ્રીય સચિવ
અસમ
મૃગાંક દેવ બર્મન – રાષ્ટ્રીય સચિવ


















