ગુજરાત નેશનલ વર્લ્ડ સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ ટેકનોલોજી લાઈફ સ્ટાઈલ વેબ સ્ટોરી એસ્ટ્રોલોજી

મેરિટલ રેપ સાથે જોડાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટનું અવલોકન

પતિ પર દુષ્કર્મનો કેસ કેવી રીતે ચલાવી શકાય ?: સુપ્રીમ કોર્ટ

ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં ત્રણ જજની ખંડપીઠે સુનાવણી કરી હતી. વૈવાહિક જીવનમાં પત્નીની ઈચ્છા વિરુદ્ધ બનાવેલ સંબંધ મુદ્દે કાયદાકીય છૂટ મળી શકે છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યુ હાલના કાયદા હેઠળ આ કેસ ચાલી શકે છે ?

પતિને કાયદાથી બચી શકવાનો અધિકાર ન હોવો જોઈએ: અરજદાર

અરજદારે કહ્યુ કે લગ્ન એટલે પતિને પત્નીની ઈચ્છા વિરુદ્ધ સંબંધ બાંધવાની છૂટ ન હોઈ શકે. પતિ-પત્નીનો સંબંધ હોવાના કારણે કાયદાથી બચવાનો પતિને અધિકાર ન મળી શકે.

કેન્દ્ર સરકાર મેરિટલ રેપને કાયદો બનાવવાની તરફેણમાં નહી

કેન્દ્ર સરકાર મેરિટલ રેપને કાયદો બનાવવાના મૂડમાં નથી. આવો કાયદો પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ લાવી શકે છે, એવુ સરકારનું કહેવુ છે. આવા મુદ્દાઓ માટે સામાજિક અને કાયદાકીય બંને પાસાઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ ઉમેર્યુ હતુ કે કોર્ટ પીડિતની સુરક્ષા અંગે ચિંતિત જરૂરથી છે પરંતુ, સવાલ એ છે કે આવા મુદ્દામાં વ્યક્તિ સામે કેસ ચાલી શકે તેમ છે કે નહી ?. ભારતીય ન્યાય સંહિતા BNS અનુસાર પત્નીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તેવા કેસમાં પતિને સજા થઈ શકે છે. કોર્ટે 2 સવાલો પર વિશેષ ભાર મુક્યો છે.

  1. મેરિટલ રેપ કાયદાકીય રીતે લાગૂ કરી શકાય છે ?
  2. મેરિટલ રેપના કિસ્સામાં છૂટ આપવામાં આવે તો પતિ સામે કેસ ચાલશે ?

સમગ્ર મુદ્દો પત્નીની ઈચ્છા વિરુદ્ધ સંબંધને લઈને છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ મેરિટલ રેપને અપરાધ બનાવવો તે સંસદનું કામ છે. CJI જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે સુનાવણી કરી હતી, આગામી સુનાવણી 3 સપ્તાહ બાદ થશે. વર્ષ 2022માં દિલ્હી હાઈકોર્ટમાં આ મુદ્દો ચર્ચાયો હતો. બાદમાં જજના વિધાનમાં વિસંગતતા હોવાના કારણે મુદ્દો સુપ્રીમમાં પહોંચ્યો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment