પાંચ પ્રકારની માગણીને લઈને સરકારી બેન્કના કર્મચારીઓ આજે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ત્રણ દિવસ સુધી આપના કામ-કાજ અને વ્યવહારો અટકેલા રહેશે.
જો તમારો નાણાકીય વ્યવહાર અટવાયેલો છે, તો આ જાણવુ જરૂરી છે.
SBI, BOB, UCO BANK, BANK OF INDIA, PNB, CANARA BANK સહિતની રાષ્ટ્રીયકૃત બેન્કો રહેશે બંઘ. શનિવાર અને રવિવારે પણ રજાના કારણે બેન્કનું કામ ત્રણ દિવસ સુધી ઠપ્પ રહેશે, જેથી કરીને સરકારી બેન્કના નાણાકીય વ્યવહારો ખોરવાઈ જવાની સંભવાના છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા 2 વર્ષથી અટવાયેલી 5 દિવસીય કામની માગને લઈ આજે એક દિવસ હડતાળ કરી છે. બેન્ક કર્મચારીઓએ ચિમકી ઉચ્ચારી છે કે જો માગ ન સ્વીકારવામાં આવે તો 26 ઓક્ટોબરથી સમગ્ર દેશની બેન્કમાં અનિશ્ચિતકાળ સુધી હડતાળ કરવામાં આવશે.
હડતાળ દરમિયાન મોબાઈલ બેન્કિંગ સેવાઓ સહિતની ડિજિટલ સેવા કાર્યરત રહેશે
બેન્કની બ્રાન્ચમાં થનારા જમા-ઉપાડ, પાસબુક અપડેટ, લોન પ્રોસેસિંગ જેવા કામકાજ આજે ક્ષતિગ્રસ્ત થશે. જ્યારે UPI પેમેન્ટ, ATM, નેટ અને મોબાઈલ બેન્કિંગ સર્વિસ ચાલુ રહેશે. આ ઉપરાંત, HDFC, ICICI, AXIS સહિતની પ્રાઈવેટ બેન્કો સંપૂર્ણ પ્રમાણે કાર્યરત છે.
5 DAY WORKING અંગેનો પ્રસ્તાવ હકારાત્મક છતાં લાગુ નહી
માર્ચ, 2024માં IBA સાથેના દ્વિપક્ષીય કરાર અનુસાર 5 દિવસ કામ કરવાની પદ્ધતિ લાગુ કરવા પર સકારાત્મક પરિણામો આવ્યા હતા, IBA એ આ પ્રસ્તાવને કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માટે મોકલ્યો હતો પરંતુ 2 વર્ષનો સમય વીતી ગયા છતાં પણ નાણા મંત્રાલય તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા આજે કર્મચારીઓ રોષે ભરાયા છે.
5 DAY WORKING સિવાય પણ પેન્શન અને OPS ને મુદ્દે પણ કર્મચારીઓ રોષમાં
5 DAY WORKING સિસ્ટમમાં કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી રોજ 40 મિનિટ વધારે કાર્યરત રહેશે. અને બીજા અને ચોથા શનિવારની જગ્યાએ દર શનિવારે રજા રહેશે. આ સિસ્ટમ અંગે હજુ સુધી નાણા મંત્રાલય દ્વારા કોઈ પ્રક્રિયા ન કરાતા આજે સરકારી બેન્કના કર્મચારીઓએ હડતાળનું આયોજન કર્યુ છે. આ સિવાય પણ કર્મચારીઓએ ઘણી જૂની માગ પણ ફરીથી ઉઠાવી છે. પેન્શનમાં સુધારા, નિવૃત્ત કર્મચારીઓ માટે સમાન મોંઘવારી ભથ્થુ આપવુ જેવી માગ પણ સામેલ છે.










