Harry Brook 114 Runs: હેરી બ્રૂકની તોફાની સદી, એક જ ઓવરમાં ફટકાર્યા 30 રન

Harry Brook 114 Runs

Harry Brook 114 Runs : ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મુકાબલામાં ઇંગ્લૅન્ડના ખેલાડી હેરી બ્રૂકે તોફાની બેટિંગ કરીને સનસનાટી મચાવી દીધી છે. બ્રૂકે આ ટી20 મુકાબલામાં અણનમ 114 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેને એક જ ઓવરમાં 30 રન ફટકારી સૌને સ્તબ્ધ કરી મુક્યા હતા. બ્રૂકે શ્રીલંકાના બોલર દુનિથ વેલ્લાલગેની ઓવરમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારીને ઇંગ્લેન્ડે શાનદાર જીત મેળવી હતી. 

હેરી બ્રૂકની તોફાની સદી! 49 બોલમાં 114 રન, એક ઓવરમાં ફટકાર્યા 30 રન

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન હેરી બ્રૂકે આ શાનદાર ઇનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. બ્રૂકે શ્રીલંકા સામેની પહેલી ટી20 મેચમાં માત્ર 49 બોલમાં અણનમ 114 રનની તોફાની ઇનિંગ રમી હતી. વેલ્લાલગેના પહેલા જ બોલ પર બ્રૂકે છગ્ગો ફટકાર્યો, ત્યારબાદ બીજા અને ત્રીજા બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા. સતત ત્રણ બોલ પર ચોગ્ગા અને છગ્ગો ફટકાર્યા બાદ બ્રૂકે ચોથા અને પાંચમા બોલ પર પણ સિક્સરનો વરસાદ કર્યો. આ તોફાની બેટિંગના કારણે બ્રૂકે માત્ર 20 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી.

જોસ બટલરની પણ તોફાની બેટિંગ, 44 બોલમાં 80 રન

ઇંગ્લેન્ડની ટીમે હેરી બ્રૂકની વિસ્ફોટક બેટિંગના કારણે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 254 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. હેરી બ્રૂકની સાથે જોસ બટલરે પણ આક્રમક બેટિંગ કરીને માત્ર 44 બોલમાં 8 વિકેટ અને 3 છગ્ગાની મદદથી 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત વિલ જેક્સે 21 રન, એન્યુરિન ડોનાલ્ડે 12 રન અને ટૉમ બેન્ટને 10 રનનું યોગદાન આપ્યું હતું.

શ્રીલંકાની ટીમ 135 રનમાં ઓલઆઉટ

ઇંગ્લેન્ડની બેટિંગ સામે શ્રીલંકાની બેટિંગ અત્યંત નબળી રહી. ઇંગ્લેન્ડના 254 રનના વિશાળ ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ 19 ઓવરમાં માત્ર 135 રન બનાવીને ઓલઆઉ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડના બોલર સામે  શ્રીલંકાના બેટ્સમેન કોઈ ખાસ કમાલ કરી શક્યા નહોતા. શ્રીલંકા તરફથી આઠમા નંબરે બેટિંગ કરવા ઉતરેલા  દુનિથ વેલ્લાલગેએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના બોલર સની બેકરે સૌથી વધુ 3 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત લિયામ ડોસન અને જેમી ઓવરટને 2-2 વિકેટ મેળવી હતી, જ્યારે જોશ ટંગ, વિલ જેક્સ અને આદિલ રશીદને 1-1 સફળતા મળી હતી. શ્રીલંકાની ટીમના રકાસના કારણે ઇંગ્લેન્ડે આ મુકાબલો 119 રનના મોટા અંતરથી જીતી લીધો હતો.

Join WhatsApp

Join Now

Leave a Comment