એસ.જયશંકરનો ભૂતાન પ્રવાસ કેમ મહત્વનો ?

વિદેશ મંત્રી એસ. જયશંકર બે દિવસીય ભૂતાન પ્રવાસે આ હતા. પ્રવાસ માત્ર સુરક્ષા કારણોસર જ નહી પરંતુ ઉર્જા, કનેક્ટિવિટી અને બંને દેશોના વિકાસ માટે પણ પ્રવાસ મહત્વનો બની રહ્યો છે. ભૂતાન પ્રવાસ બંને દેશના રાજદ્વારી સંબંધો અને સીમાવર્તી વિવાદો અંગે હકારાત્મક વાતચીત થઈ છે.

એસ જયશંકરની મુલાકાત દરમિયાન શું થયુ ?

વિદેશમંત્રીની મુલાકાત દરમિયાન ઘણા મહત્વના પ્રોજેક્ટ્સની આધારશિલા રખાઈ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યા. 500KW લુનાના જળવિદ્યુત પરિયોજનાની આધારશિલા રાખવામાં આવી. 65 બેડની મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું અને જગનાથન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યુ. ભારત અને ભૂતાનની હાઈડ્રોપાવર પાર્ટનરશીપ 1967 થી ચાલી રહી છે. તેનો ઉપયોગ દૂર દૂરના વિસ્તાર સુધી વિજળી પહોંચાડવા અને હેલ્થકેર તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં કરવામાં આવશે. ભારતે ભૂતાન માટે 13 મા પાંચ વર્ષીય પ્લાન માટે 10 હજાર કરોડના વિકાસકાર્યો માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારતે જૂલાઈ 2026માં એનર્જી પ્રોજેક્ટ માટે 4 હજાર કરોડની સહાયતા પણ કરી હતી. ભારતે ભૂતાનને રેલવેથી જોડવા ₹4000 કરોડનો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે, જે ચીનના પ્રભાવ સામે મહત્વપૂર્ણ છે.

ભૂતાનને 43 જર્સી ગાયો ભેટમાં આપી

એસ.જયશંકરે થિમ્પુમાં વડાપ્રધાન અને મહારાજાને મળી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા ચર્ચા કરી. જયશંકરે ભૂમથાંગ ખાતે ભૂતાનના ડેરી ઉદ્યોગને વેગ આપવા 43 જર્સી ગાયો ભેટ આપી. આ પહેલથી 40,000 જેટલા ખેડૂતોને લાભ થશે. ભારતના વિદેશ મંત્રીએ ભૂતાનના વિદેશ મંત્રી અને વિદેશ વ્યાપાર મંત્રી લ્યોનમો ડી.એન. ધુંગ્યેલને મળ્યા હતા. જેઓ આ ગાયોનાં અર્પણ સમયે પણ તે સ્થળે ઉપસ્થિત હતા. તે પૂર્વે જયશંકરે કુર્જે લ્હખાંગ મંદિરની મુલાકાત લઈ ત્યાં પ્રાર્થના પણ કરી હતી. આ દ્વારા જયશંકરે ભૂતાનમાં પશુ-ઉછેરને વેગ આપવામાં ભારતનો સહાયક હાથ લંબાવ્યો હતો. બૂમથાંગમાં ભૂતાનનું નેશનલ કેટલ બ્રીડીંગ સેન્ટર છે. બૂમથાંગ ભૂતાનની પૂર્વ રાજધાની હતી ત્યાંના ઐતિહાસિક રાજમહેલની પણ જયશંકરે મુલાકાત લીધી હતી અને ત્યાં રચાયેલું સંગ્રહસ્થાન (મ્યુઝિયમ) પણ જોયું હતું. તથા ત્યાં આવેલું રાજસભા ગૃહ પણ જોયું હતું. ભૂતાનની મુલાકાતના છેલ્લા દિવસે જયશંકર નેપાળના વડાપ્રધાન ત્શેરિંગ તોબગેને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે ઘનિષ્ટ સહકાર સ્થાપવા વિષે મંત્રણા કરી હતી. તે પછી તોબગે સાથે તેઓ ભૂતાનના રાજવી હીઝમેજેસ્ટી કીંગ જીગ્મે ખેચર નામગ્યાબ વાંકછુકને પણ મળ્યા હતા. તેઓની સાથે પણ ભારત-ભૂતાનના દ્વિપક્ષીય સંબંધો બળવત્તર કરવા ચર્ચા કરી હતી.


ચીનની ભૂતાન પર નજર રહેલી છે. તે દ્રષ્ટિએ જયશંકરની આ મુલાકાતનું મહત્વ ઘણું છે.

ભારત માટે ભૂતાન એટલા માટે મહત્વનું છે કારણ કે ભૂતાન-ચીન સીમાઓ અંગે વાત-ચીત ઘણા વર્ષોથી ચાલી રહી છે. ભૂતાન અને ચીન વચ્ચે સીમા વાર્તા 1984 થી ચાલી આવે છે. બંને દેઓએ વર્ષ 2021 માં થ્રી સ્ટેપ રોડમેપ પર સહમતિ દર્શાવી હતી અને માર્ચ-એપ્રિલ 2026 માં બિજિંગમાં બાઉન્ડ્રી નેગોશિએશનના પ્રોગ્રેસ અને સીમાંકન વિશે હકારાત્મક ચર્ચા થઈ હતી. સંવેદનશીલ ગણાતા ડોકલામ ક્ષેત્ર માટે ભૂતાનમાં ભારતની મજબૂત સ્થિતિ અતિઆવશ્યક છે. ભૂતાનમાં ભારતની મજબૂત રણનીતિ અને બંને દેશોના સંયુક્ત વિકાસ માટેની પાર્ટનરશીપનું વિશેષ મહત્વ છે. એસ. જયશંકરનો આ પ્રવાસ Indias Himalayan security માટે અતિમહત્વનો માનવામાં આવે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment