અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં મોટા ખુલાસા

રામ મંદિરમાં દાન ચોરીને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. SIT ની તપાસ રિપોર્ટમાં ઘણા મોટા અને મહત્વના ખુલાસા થયા છે. SIT એ તપાસમાં માહિતી આપી છે કે દાનચોરીના CCTV માં ચઢાવામાં આવેલા દાનની ચોરીને લઈ મોટા ખુલાસા થયા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ ચોરી દ્રશ્યમાન થાય છે.

CCTV સહિતના પૂરાવા રજૂ કરવામાં આવ્યા

રામ મંદિરમાં દાનચોરી કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન SIT એ મહત્વના પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. SIT એ જણાવ્યુ છે કે CCTV ફૂટેજમાં સ્પષ્ટ દ્રશ્યમાન થાય છે કે દાનચોરીની ઘટના 70 વખત નહી પરંતુ 105 વખત દાનચોરી કરવામાં આવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટને તપાસની માહિતી આપી હતી.

SIT ના રિપોર્ટમાં શું વિગતો છે ?

SIT તપાસમાં સામે આવ્યુ છે કે કિંમતી સામાનની રસીદ સોફ્ટવેર દ્વારા તૈયાર થાય છે અને સામાન SBI ના લોકરમાં રાખવામાં આવે છે. સોલિસિટર જનરલે અદાલતને એ વાત પણ જણાવી હતી, કે તપાસ પૂર્ણ થવાની દિશામાં છે. તમામ સાક્ષીઓના નિવેદન, CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી લેવામાં આવ્યા છે. અને બે દિવસમાં 25 સપ્ટેમ્બર સુધીમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે મામલાને સેશન્સ જજના અધિકારક્ષેત્રની બહાર કરવા માગતી નથી. જરૂર પડે તો કોર્ટ આગળની તપાસ અંગે આદેશ જાહેર કરી શકે છે.

આ પહેલાં 23 જૂને પ્રથમ SITએ પોતાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો હતો. રિપોર્ટ અનુસાર, 27 એપ્રિલથી 5 જૂન વચ્ચે CCTVમાં આશરે 70 શંકાસ્પદ ઘટનાઓ કેદ થઈ હતી.

ફૂટેજમાં પોલીસની કસ્ટડીમાં આવેલા 8 આરોપીઓ નોટોના બંડલ ખિસ્સા અને જૂતામાં છુપાવતા જોવા મળ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બીજી SIT બનાવવામાં આવી છે, જે તપાસ કરી રહી છે.

રામમંદિર દાનચોરી કેસને લઈને સુપ્રીમકોર્ટમાં અત્યાર સુધી ચાર અરજી આવી છે.

  1. CBI દ્વારા તપાસની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.
  2. ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોનું CAG દ્વારા ઓડિટ કરવાની માંગ કરી છે.
  3. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડનું ફોરેન્સિક ઓડિટની માંગ ઉઠી છે.
  4. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મોટા નાણાકીય નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી છે.
  5. ટ્રસ્ટને નાણાકીય માહિતી જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે.

દાન ચોરીના કેસની તપાસ માટે જુલાઈમાં સુપ્રીમ કોર્ટમાં 4 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ જાહેર કરી હતી. અરજદારોમાં RJD સાંસદ સુધાકર સિંહ, વકીલ એનકે ગોસ્વામી, અજય કુમાર રાય અને હિંદુ ધર્મ પરિષદનો સમાવેશ થાય છે.

25 જૂને 8 લોકો સામે FIR થઈ અને જેલમાં ધકેલાયા

રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં 25 જૂને 8 લોકો સામે FIR દાખલ કરવામાં આવી.  રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ, અનુકલ્પ મિશ્ર, લવકુશ મિશ્ર, મનીષ યાદવ, સુભાષ શ્રીવાસ્તવ, અવિનાશ શુક્લ, કરુણેશ પાંડે અને રમાશંકર મિશ્ર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે FIR માં નામ હોય તેવા તમામ 8 એ આરોપીને પકડીને તેમને જેલના સળિયા ગણતા કરી દીધા છે. આરોપીઓ સામે મંદિરની ચોરી, કર્મચારી તરીકે સંપત્તિની ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત, ચોરાયેલી સંપત્તિ છુપાવવામાં અથવા તેનો ઉપયોગ કરવામાં મદદ અને ગુનાહિત કાવતરું કરવા જેવી કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બધા આરોપીઓ ફૈઝાબાદ જેલમાં બંધ છે.

રામમંદિર ટ્રસ્ટના CEO જિતેન્દ્ર મિશ્રને બનાવાયા

રામમંદિરમાં દાનચોરીના આરોપો બાદ રિટાયર્ડ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રને અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટના પ્રથમ CEO તરીકે નિમણુંક કરવામાં આવી હતી. જિતેન્દ્ર મિશ્રની નિમણુંક પ્રક્રિયા માટે 5585 આવેદનપત્રો મળ્યા હતા. જેમાંથી 16 ઉમેદવારોના 11-12 ઓગસ્ટ દરમિયાન ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા અને જિતેન્દ્ર મિશ્રની નિમણુંક કરવામાં આવી.

Join WhatsApp

Join Now

Leave a Comment