એશિયન ગેમ્સમાં ભારતને પહેલો સુવર્ણ પદક, મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી ભારતને એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ મેચમાં ભારતે મેચ જીતીને સુવર્ણ પદક મેળવ્યો છે. શ્રીલંકાની ટીમને 147 રનના જંગી સ્કોરથી મ્હાત આપી છે. ભારતે 3 વિકેટે 216 રન બનાવ્યા હતા. જ્યારે શ્રીલંકા 69 રનમાં જ સમેટાઈ ગયુ હતુ.

શ્રીલંકા માત્ર 69 રનમાં સમેટાયુ

એશિયન ગેમ્સ 2026 માં દિકરીઓએ કમાલ કરી દીધી છે અને ભારત માટે વિશ્વમાં ગૌરવની ક્ષણ લાવી દીધી છે. મહિલા ક્રિકેટ ટીમના અદ્ભુત ફોર્મના કારણે ભારત vs શ્રીલંકાની ક્રિકેટ મેચમાં ભારતને સુવર્ણ પદક અપાવ્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. 216 રનનો સ્કોર કરી શ્રીલંકાને માત્ર 69 રનોમાં ખખડાવી નાંખ્યુ હતુ. 147 રનના વિશાળ અંતરથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિજેતા બની હતી.

ભારતીય ટીમનું ઐતિહાસિક પ્રદર્શન

એશિયન ગેમ્સમાં ભારતીય ઈનિંગ્સ શાનદાર રહી હતી. સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ 79 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. 45 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. વિકેટકિપર અને બેટ્સમેન રિયા ઘોષે માત્ર 22 બોલમાં 49 રન અણનમ બનાવ્યા હતા. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચે 99 રનની ભાગીદારી રહી હતી. 217 રનનો લક્ષ્યાંક પાર કરવા નીકળેલી શ્રીલંકાની ટીમનો શરૂઆતથી જ નબળો દેખાવ રહ્યો હતો. સમગ્ર ટીમ માત્ર 15.4 ઓવરમાં અને 69 રનમાં તો ઓલઆઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

સાતમાંથી ચાર મેડલ દિકરીઓના નામે

ટેબલ ટેલીમાં ભારતને અત્યાર સુધી 7 મેડલ મળ્યા છે. જેમાં એક ગોલ્ડ, 4 સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે. દેશના કુલ સાતમાંથી ચાર મેડલ મહિલાઓના નામે છે. અને મેડલ ટેલીમાં ભારત 8મા સ્થાને પહોંચ્યુ છે. ICC ના ચેરમેન જય શાહે એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરવા બદલ મહિલા ક્રિકેટ ટીમને શુભકામનાઓ પાઠવી હતી.

Join WhatsApp

Join Now

Leave a Comment