ત્રણ દિવસની બેન્ક હડતાલ પહેલા, આજે બેન્કના કામકાજ ચાલુ

bank-strike-5-day-working-sbi-pnb-bank-of-baroda-bank-holiday-gujarat

Government Banks remains Open on Sunday: યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન દ્વારા 28 થી 30 સપ્ટેમ્બર સુધી 3 દિવસની હડતાલની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈ સતત પાંચ દિવસ સુધી કામકાજ ઠપ્પ રહે તેવી સ્થિતિને લઈ આજે રવિવારે બેન્કો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાષ્ટ્રીયકૃત બેન્કમાં 28 થી 30 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી હડતાલનું એલાન કરવામાં આવ્યુ છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા આવતીકાલથી ત્રણ દિવસની હડતાલ કરવામાં આવશે. જેના કારણે બેન્ક શાખાઓમાં કામકાજ ઠપ્પ થવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે નાણા મંત્રાલયે આજે રવિવારે પણ બેન્કનું કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય અને સરકારના આદેશ પ્રમાણે તમામ રાષ્ટ્રીયકૃત બેન્કની શાખાઓ કામકાજ યથાવત રાખશે. સરકારે અકાઉન્ટ હોલ્ડર્સને જરૂરી નાણાકીય વ્યવહારો હડતાલ પહેલા આટોપી લેવા સૂચવ્યુ છે.

શા માટે છે ત્રણ દિવસની હડતાલ ?

યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દેશના 90 ટકા બેન્ક કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બેન્ક કર્મચારીઓની કેટલીક માંગણીઓ છે, જે ન સંતોષાતા તેમણે હડતાલનો માર્ગ અપનાવ્યો છે.

  • 5-Day Working સિસ્ટમ
  • પેન્શન યોજનામાં સુધારો
  • કર્મચારીઓની વિવિધ સમસ્યા ઉકેલવી

આ પ્રકારની કેટલીક માંગણીને લઈને કર્મચારીઓએ હડતાલનું હથિયાર ઉગામ્યુ છે. અગાઉ સરકારે 5 ડે વર્કિંગ ફોર્મૂલા પર ચર્ચા કરી હતી પરંતુ તેની મંજૂરી બાકી હોવાથી સરકાર સામે બેન્ક કર્મચારીઓએ બાંયો ચઢાવી છે. નાણા મંત્રાલયે યુનિયનને વાતચીતનો માર્ગ અપનાવવાનું સૂચવ્યુ છે.

ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે

સરકારી બેન્કોએ કસ્ટમરને ઓનલાઈન સેવા અપનાવવા માટે જણાવ્યુ છે. ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, UPI, ATM જેવી 24 કલાક મળતી સુવિધાઓનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. તદુપરાંત આજે રવિવારે પણ બેન્કો ચાલુ રહેતી હોવાથી જરૂરી આર્થિક વ્યવહારો આટોપી લેવા સૂચન કર્યુ છે. આ સિવાય ખાનગી બેન્કો જેવી કે AXIS, HDFC, ICICI જેવી બેન્ક પર હડતાલની કોઈ અસર થશે નહી.

Join WhatsApp

Join Now

Leave a Comment