સંતાન ન હોય તો શ્રાદ્ધ કોણ કરી શકે? જાણો ગરુડ પુરાણ અનુસાર કોને છે અધિકાર

Santan Na Hoy To Shraddh Kon Kari Shake

શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાનને હિન્દૂ ધર્મમાં પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની મહત્વપૂર્ણ પરંપરા માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્તિ મેળવવા માટે અને પૂર્વજોની આત્માની શાંતિ માટે તેમજ તૃપ્તિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવું અનિવાર્ય માનવામાં આવ્યું છે. 

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રો મુજબ પિતાનું શ્રાદ્ધ અને પિંડદાન કરવાનો પેહલો અધિકાર મોટા પુત્રનો હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય, સંતાન ન હોય, પુત્ર હયાત ન હોય અથવા કોઈ અનિવાર્ય કારણસર પુત્ર શ્રાદ્ધ કર્મમાં ઉપસ્થિત ન રહી શકે, તો પણ પિતૃ કર્મ અધૂરું છોડવામાં આવતું નથી. ગરુડ પુરાણમાં આ અંગે સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા જેના મુજબ શ્રાદ્ધ કર્મ ની પરંપરા કરી શકાય છે.

શ્રાદ્ધ અને પિંડદાનનું મહત્વ શું છે?

હિંદુ ધાર્મિક પરંપરામાં પિતૃઓનું સ્મરણ અને તેમના નામે કરવામાં આવતું તર્પણ તથા શ્રાદ્ધ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. “શ્રાદ્ધ”નો મૂળ ભાવ શ્રદ્ધા સાથે જોડાયેલો છે. તેથી પિતૃકર્મમાં ધાર્મિક વિધિ સાથે ભાવના અને પરિવારની પરંપરાને પણ મહત્વ આપવામાં આવે છે. શ્રાદ્ધમાં પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. પરંપરા અનુસાર તર્પણ, પિંડદાન, દાન અને બ્રાહ્મણભોજન જેવી વિધિઓ કરવામાં આવે છે.

પુત્ર ન હોય તો પિતાનું શ્રાદ્ધ કોણ કરે?

જો મૃતકને પુત્ર ન હોય, તો નજીકના સંબંધીઓમાંથી યોગ્ય વ્યક્તિ દ્વારા શ્રાદ્ધકર્મ કરવામાં આવી શકે છે. ધાર્મિક પરંપરાઓમાં આવી પરિસ્થિતિ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓનો ઉલ્લેખ મળે છે. કુટુંબની પરંપરા અને સંપ્રદાય પ્રમાણે પૌત્ર, પત્ની, પુત્રી, દોહિત્ર, ભાઈ, ભત્રીજો, સગોત્ર સંબંધી અથવા અન્ય યોગ્ય વ્યક્તિ દ્વારા શ્રાદ્ધકર્મ કરવામાં આવી શકે છે.

  • પૌત્ર અથવા પ્રપૌત્ર

જો મૃતકનો પુત્ર હયાત ન હોય પરંતુ પૌત્ર અથવા પ્રપૌત્ર હોય, તો પરંપરાગત રીતે પૌત્ર અથવા પ્રપૌત્રને પિતૃકર્મ કરવાનો પ્રથમ અધિકાર મળે છે. પૌત્ર ઉપલબ્ધ ન હોય ત્યારે કેટલીક પરંપરાઓમાં પ્રપૌત્રને પણ શ્રાદ્ધ અને પિંડદાન સાથે જોડવામાં આવે છે.

  • પત્ની દ્વારા પતિનું શ્રાદ્ધ

જો કોઈ પુરુષ નિઃસંતાન અવસ્થામાં મૃત્યુ પામે અને તેની ધર્મપત્ની હયાત હોય, તો કેટલીક હિંદુ પરંપરાઓમાં ધર્મપત્ની દ્વારા પતિનું શ્રાદ્ધ કરવામાં આવે છે.

  • પુત્રી અને દોહિત્ર(પુત્રીનો પુત્ર) 

જ્યારે પરિવારમાં કોઈ પુત્ર ન હોય તેવામાં ધાર્મિક પરંપરાઓમાં પુત્રીને પણ પોતાના પિતાનું શ્રાદ્ધ અને તર્પણ કરવાનો અધિકાર આપવામાં આવે છે, આ ઉપરાંત પુત્રીનો દીકરો પણ પોતાના નાના-નાનીનું શ્રાદ્ધ કર્મ કરી શકે છે.

  • મોટી પુત્રવધૂ દ્વારા શ્રાદ્ધ

જો મૃતકના પુત્રો હયાત ન હોય અને પરિવારમાં અન્ય યોગ્ય વ્યક્તિ ઉપલબ્ધ ન હોય, તો મોટી પુત્રવધૂ દ્વારા પણ સાસુ-સસરાના પિતૃકર્મની જવાબદારી નિભાવી શકે છે.

  • ભાઈ અથવા ભત્રીજો

જો મૃતક નિઃસંતાન હોય, તો આવી પરિસ્થિતિમાં સગો ભાઈ અથવા સગા ભાઈનો દીકરો(ભત્રીજો) પણ શ્રાદ્ધ કર્મનું કરી શકે છે.  એવી પરંપરા જોવા મળે છે.

  • સગોત્ર સંબંધી

નજીકના કુટુંબીજનો ઉપલબ્ધ ન હોય ત્યારે સગોત્ર સંબંધીઓ પણ પિતૃકર્મ કરી શકે છે. ગોત્રને હિંદુ ધાર્મિક વિધિઓમાં મહત્વ આપવામાં આવતું હોવાથી આવી પરિસ્થિતિમાં વિધિ જાણતા પુરોહિત અથવા આચાર્યનું માર્ગદર્શન લેવું યોગ્ય રહે છે.

કોઈ નજીકના સગાં ન હોય તો શ્રાદ્ધ કોણ કરે?

  • મિત્ર દ્વારા શ્રાદ્ધ

જો મૃતકનો કોઈ નજીકનો કુટુંબીજન ઉપલબ્ધ ન હોય, તો તેનો મિત્ર અથવા નજીકનો પરિચિત શ્રાદ્ધ કર્મ કરી શકે છે.

  • બ્રાહ્મણ દ્વારા શ્રાદ્ધ 

ગરુડ પુરાણ અનુસાર જો પરિવાર અથવા નજીકના પરિચિતોમાંથી કોઈ વ્યક્તિ શ્રાદ્ધકર્મ કરવા માટે ઉપલબ્ધ ન હોય, તો કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા પણ શ્રાદ્ધવિધિ કરાવી શકાય છે.

Join WhatsApp

Join Now

Leave a Comment