જ્યોતિષ શાસ્ત્રનું ખૂબસુરત ગણિત એટલે નક્ષત્ર

ભારતીય પરંપરાગત જ્યોતિષમાં ઘણી બધી બ્રાન્ચ આવેલી છે. પરંતુ એમાં સૌથી જૂની કહેવાય તેવુ જ્યોતિષ એટલે નક્ષત્ર જ્યોતિષ. જેમાં 27 નક્ષત્ર હોય છે, દરેક નક્ષત્રમાં ચાર ચરણ હોય છે એટલે કે કુલ 108 ચરણ થયા. એટલે કે આપણે જે ભગવાનની માળા કરીએ છે તેમાં 108 મણકા હોય છે એનું સાચુ કારણ 27 નક્ષત્રના 108 ચરણ છે એટલા માટે નક્ષત્ર જ્યોતિષને સૌથી જૂનુ માનવામાં આવે છે. માળામાં 108 મણકા એટલા માટે હોય છે, કારણ કે તેમાં નક્ષત્ર ગણિત હોય છે. ઋષિ મુનિઓઓએ સમજાવેલ છે કે જ્યારે શિવ પાર્વતીના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે પૂર્વ દિશામાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો ઉદય થઈ રહ્યો હતો એટલે કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રને લગ્ન, પતિ-પત્નીનું સુખ, પ્રેમસંબંધ માટે જાણીતુ છે. આના ઉપરથી સમજી શકાય છે કે આ નક્ષત્ર ગણિત હજારો વર્ષ જૂનુ છે.

સામાન્ય રીતે ભારતીયોમાં એવી સમજણ છે કે અભિજિત નક્ષત્ર કેવળ મુહુર્ત માટે જ વપરાય છે. હકીકતમાં અભિજિત નક્ષત્ર કૃષ્ણ ભગવાનની વર્કિંગ ફોર્મૂલા છે. આ નક્ષત્ર ક્યારેય વિજય માટે પ્રયાસ નથી કરતુ, સામાન્ય રીતે લોકો આને વિજયી મુહુર્ત કહે છે, પરંતુ કૃષ્ણની એવી ફોર્મૂલા કે જેમાં એક પછી એક નિષ્ફળતાની બારીઓ બંધ કરવી અને છેલ્લે જે બાકી રહ્યો તે વિજય છે. એટલે કે આ નક્ષત્રની વર્કિંગ ફોર્મૂલા લોકો સમજે છે તે રીતે કામ નથી કરતી, પરંતુ વિજયમાં નડતરરૂપ નિષ્ફળતાની બારી બંધ કરે છે. જે રીતે શ્રીકૃષ્ણએ મહાભારતનું યુદ્ધ વિજય માટે નહોતુ લડ્યુ પરંતુ વિજયમાં અવરોધરૂપ થતા એક એક મહારથીઓનો નાશ કરતા ગયા.

એવી જ રીતે ઋષિમુનિઓએ તમામ નક્ષત્રોની જીણવટભરી જાણકારી આપી છે. આવો જાણીએ તમામ નક્ષત્રો વિશે.

  1. ઋષિમુનિઓએ સૌથી તેજસ્વી ઈન્ટેલિજન્ટ નક્ષત્ર તરીકે શ્રવણ નક્ષત્રનો ઉલ્લેખ કર્યો છે. આ નક્ષત્રને સૌથી ઈન્ટેલિજન્ટ નક્ષત્રનું બિરુદ આપેલુ છે. જેને ભગવાન કૃષ્ણના વામન અવતારની સાથે જોડેલ છે.
  2. રામ ભગવાનનું નક્ષત્ર પુનર્વસુ નક્ષત્ર હતુ,
  3. દેવોના વૈદ (ડૉક્ટર) અશ્વિની કુમાર હતા, જેમના નામ ઉપરથી અશ્વિની નક્ષત્રનો ઉલ્લેખ થયેલ છે.
  4. ભરણી નક્ષત્રની સાથે ઋષિમુનિઓએ યમરાજાને જોડેલ છે.
  5. કૃતિકા નક્ષત્રની સાથે ધારદાર હથિયાર અને અગ્નિને જોડેલ છે.
  6. રોહિણી નક્ષત્ર કૃષ્ણ ભગવાનનુ જન્મ નક્ષત્ર છે.
  7. મૃગશિરા નક્ષત્રમાં મૃગના દેખાવ અને લક્ષણોને જોડેલ છે.
  8. આર્દ્રા નક્ષત્રને ભોળા શંકરની સાથે જોડેલ છે. આર્દ્રા નક્ષત્ર વાળા દેખાવે શંકર ભગવાન જેવા હોય છે. સ્વભાવમાં ખૂબ ભોળા અને દેખાવમાં બિહામણા હોય છે જેમ કે શંકર ભગવાનને જટા હતી, ગળામાં સાપ હતો, કોઈ ન રહે તેવી જગ્યા પર તે વસવાટ કરતા હતા, વ્યાઘ્ર ચર્મ પહેરતા હતા, હાથમાં ત્રિશુળ રાખતા હતા. ભગવાન શંકરનો આ દેખાવ બિહામણો છે તેથી તેમને આર્દ્રા નક્ષત્ર સાથે જોડવામાં આવે છે. ભગવાન શંકરે વિષ પીધુ હતુ તેથી આર્દ્રા નક્ષત્રવાળા એટલા મજબૂત હોય છે કે વિષનું પણ પાચન કરી શકે છે. જેમ કે આપણે જાણીએ છે
  9. પુષ્ય નક્ષત્ર ખૂબ જ શુભ નક્ષત્ર તરીકે આપણા ગુજરાતીઓમાં પ્રચલિત છે.
  10. આશ્લેષા નક્ષત્ર સર્પદેવની સાથે જોડેલ છે.
  11. મઘા નક્ષત્રને પિતૃકૃપા અને વારસામાં સિંહાસન સાથે જોડેલ છે.
  12. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સૂર્યની જેવા તેજસ્વી હોય છે. પોતાની જિંદગી પોતે જ બનાવતા હોય છે.
  13. હસ્ત નક્ષત્રમાં હાથની કારીગરી સમજાવેલ છે. સારી હાથની કારીગરીવાળા વ્યક્તિ જાદૂગર બને છે અને હાથની ખરાબ કારીગરીવાળા પોકેટમાર બને છે.
  14. ચિત્રા નક્ષત્ર કિંમતી મોતી જેવા હોય છે.
  15. વિશાખા નક્ષત્રને ઈન્દ્ર સાથે જોડેલ છે. વિશાખા એટલે કે બે શાખા. યુવરાજ સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બન્યા અને ઈન્દ્ર રાજા ચક્રવર્તી રાજા છે એની વાર્તાને વિશાખા નક્ષત્ર સાથે ઋષિમુનિઓએ જોડેલ છે.
  16. સ્વાતિ નક્ષત્ર આજના જમાનાના મીડિયા માટે શ્રેષ્ઠ છે.
  17. અનુરાધા નક્ષત્ર વર્લ્ડવાઈડ મિત્ર મંડળ અને પ્રોટેક્શનની સાથે જોડેલ છે. આ નક્ષત્ર ધારવનારા કિસ્મતી માણસો છે, જેમને જીવનમાં વારંવાર મિત્ર જેવા માણસોથી પ્રોટેક્શન મળે છે.
  18. જ્યેષ્ઠા નક્ષત્ર ચિફના પદનો નિર્દેશ કરે છે. ખૂબ જ નાની ઉમરમાં આ નક્ષત્ર ધરાવતા વ્યક્તિઓ પરિપક્વ બને છે, કારણ કે સંસ્કૃત શબ્દ જ્યેષ્ઠનો અર્થ સૌથી મોટા એવો થાય છે.
  19.  મૂલા નક્ષત્ર રિસર્ચના માસ્ટર હોય છે. મૂલા એટલે કે વનસ્પતિનું મૂળ જમીનની અંદર ગતિવિધિ કરતુ હોય છે એટલે આ નક્ષત્રના માણસો છૂપાછૂપા ગતિવિધિ કરવાના માસ્ટર હોય છે.
  20. પૂર્વષાઢા નક્ષત્રને બ્યુટિ, અલંકાર, કોસ્મેટિક, વસ્ત્રો, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડવામાં આવે છે.
  21. ઉત્તરષાઢા નક્ષત્ર રણભૂમિની ફ્રન્ટલાઈનના સેનાપતિ જેવા હોય છે. હાથીની અંબાડી પર બેસેલ સેનાપતિ જેવા રૉયલ અને લૉયલ હોય છે.
  22. ધનિષ્ઠા નક્ષત્રવાળા મંગળની સૌથી વધારે એનર્જીથી ભરપૂર હોય છે. એ લોકો 24 કલાક કામ કરવાની શક્તિ ધરાવે છે. વર્કોહોલિકનું બિરુદ મળેલ છે.
  23. શતભિષા નક્ષત્રને 100 ડૉક્ટર્સ કે 100 ડિસીઝનું બિરુદ મળેલ છે. તેઓ મેડિસિનના માસ્ટર હોય છે.
  24. પૂર્વભાદ્રપદા નક્ષત્રને હિપ્નોટિઝમ, પેરાનોર્મલ અને મૃત્યુ પછીની દુનિયાના ભૂતપ્રેતની સાથે સંબંધ હોય છે.
  25. ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર ભણ્યા વગરની ડિગ્રીના પ્રેક્ટિકલ પીએચડીના માણસો હોય છે. ટ્રેન્ડિંગ વ્યક્તિ IAS તુકારામ મુંડે ઉત્તર ભાદ્રપદ ધરાવે છે. આ નક્ષત્રને સીધા સીધા ગીતાવાળા માણસો તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આજના કળિયુગમાં તમામને ગીતાના નિયમોનું પાલન કરનાર ગમતા હોતા નથી.
  26. રેવતી નક્ષત્ર અંતિમ નક્ષત્ર છે. આ નક્ષત્ર સ્પિરિચ્યુલ મોક્ષમાર્ગ માટેનું દ્વાર છે. રેવતી નક્ષત્ર વાળાએ મટિરિયલ લાઈફ ત્યજીને સ્પિરિચ્યુલ લાઈફ તરફ પ્રયાણ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.

આમ ઉપર જણાવેલ પૂરા 27 નક્ષત્રો એ વર્કિંગ ફોર્મૂલા છે. જેમાં ઋષિમુનિઓએ દરેક નક્ષત્રના પોતપોતાના ચિન્હો અને દેવતા આપેલ છે. અને એને અનુલક્ષીને અભ્યાસ કરવાનો હોય છે. 

Join WhatsApp

Join Now

Leave a Comment