ગોલ્ડ એ ભારતીયોનું સૌથી જૂનુ ટ્રસ્ટેબલ ઈન્વેસ્ટમેન્ટ છે. ગોલ્ડનો ઈતિહાસ એવો છે કે છેલ્લા 500 થી 600 વર્ષની અંદર વાર્ષિક ઉછાળો ક્યારે પણ બહુ મોટો નથી મળેલ. પરંતુ વિશ્વની ફંડામેન્ટલ પરિસ્થિતિ પહેલી વખત છેલ્લા 5 વર્ષોમાં એવી બની છે કે ભારતીયોની સાથે સાથે ઈન્ટરનેશનલ કમ્યુનિટી પણ ગોલ્ડની અંદર ઝૂકાવ્યુ છે.
સોનું અને ચાંદી ભારતીય સંસ્કૃતિમાં માત્ર આભૂષણ કે ધાર્મિક પ્રતીક નથી, પરંતુ લાંબા સમયથી તેને સુરક્ષિત રોકાણ (Safe Investment) તરીકે જોવામાં આવ્યું છે. “સોનામાં રોકાણ ક્યારેય નુકસાન કરતું નથી” – આ માન્યતા પેઢીઓથી ચાલી આવી છે. પરંતુ આજના આધુનિક અર્થતંત્ર, ટેક્નોલોજી અને વૈશ્વિક બજારની પરિસ્થિતિમાં આ માન્યતા હવે પ્રસંગોપાત નથી.
છેલ્લા પાંચ વર્ષમાં 1000 ડોલરથી 5600 ડોલરની તેજીનો ઉછાળો જોવા મળ્યો હતો. ત્રણથી ચાર દશકો પહેલા 272 ડોલરનો ભાવ હતો એટલે કે ગોલ્ડનો સંપૂર્ણ ભાવ 200 ડોલર હતો એની સામે છેલ્લા પાંચ વર્ષમાં જ 1050 ડોલરથી 5600 ડોલરનો ભાવ થયો એ એવુ બતાવે છે કે વિશ્વમાં ક્યારેય પણ લોકોનું આકર્ષણ ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ બાબતે આટલુ મોટુ નહતુ.
ભારતની કર્ણાટકમાં આવેલ KGF ની ગોલ્ડ માઈન વર્ષોથી બંઘ હતી કારણ કે સોનાનો ડોલરમાં ઈન્ટરનેશનલ ભાવ અને પ્રોડક્શન પ્રાઈસ અનબેલેન્સ્ડ હતા. પરંતુ 272 ડોલર વાળો 5600 ડોલર ભાવ થતાં ભારત સરકારે હાલમાં જ KGF ગોલ્ડ માઈન ફરીથી શરૂ કરવાનું નક્કી કરેલ છે. એની પાછળનું સૌથી મોટુ પરિબળ એટલે સોનાની ઐતિહાસિક તેજી,
છેલ્લા થોડા વર્ષોમાં અમેરિકન ડોલરની શાખ ઘટતાં દુનિયાના મોટા દેશો પોતાનું રોકાણ USA બોન્ડમાંથી ઘટાડીને સેફ ઈન્વેસ્ટમેન્ટ તરીકે ગોલ્ડ ખરીદે છે. જેમાં દુનિયાના દેશોની ફેડરલ બેન્કોની ખૂબ જ આગળ પડતી ભૂમિકા છે.
ચાંદીની અંદર અત્યાર સુધી ગરીબ માણસના ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ તરીકે પ્રખ્યાત હતુ, પરંતુ છેલ્લા દશકામાં ચાંદીનો ઉપયોગ બેટરી, મોબાઈલ, લેપટોપ, પીસી જેવા આજના ખૂબ જ વપરાતા સાધનોમાં તથા મિસાઈલ અને વિમાનોમાં કમર્શિયલ ઉપયોગ ખૂબ જ વધી જતા રેર અર્થનું બિરૂદ પામેલ છે. જેથી કરીને એનો વપરાશ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ તરીકે ન રહેતા કમર્શિયલ ઉપયોગ અતિશય માત્રામાં વધી ગયો છે. એમાં પણ EV ફોર-વ્હીલર કે ટુ વ્હીલરનું માર્કેટ વર્લ્ડ વાઈડ ખૂબ જ આવકાર પામતાં મેજર હિસ્સો બેટરી ઉત્પાદનમાં વપરાય છે.













