શા માટે લોકો મંદીના ભયમાં જીવી રહ્યા છે ?

Global Recession 2026 : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્તાહ પહેલા ભારતનો GDP 7.8 ટકા બતાવેલો હતો. છતાં પણ, આજે 10 સપ્તાહ બાદ ભારતનું માર્કેટ કેપ 20 લાખ કરોડ જેવુ ધોવાઈ ગયુ છે. ભારતનો શેરબજાર સૂચિતાંક લગભગ 10 ટકા જેવો ઉતરી ગયેલ છે. જેનું મુખ્ય કારણ ભારતમાં વિદેશી સંસ્થાઓની એકધારી વેચવાલી છે. તાજેતરમાં RBI એ રેપોરેટમાં 0.25 બેઝિસ પોઈન્ટનો વધારો કરતા લોકો પર મોંઘવારીનો બોજો વધવાની ભીતીએ લોકોમાં મંદીનો ગભરાટ બેસી ગયેલ છે.

તાજેતરમા ભારતીય રૂપિયો લાંબા સમય પછી ડોલર સામે 97 રૂપિયાને પાર થયો છે, જે ઐતિહાસિક નીચી સપાટી છે. RBI એ રૂપિયો ગગડતો અટકાવવા માટે 212 અબજ ડોલર બજારમાં ઠાલવ્યા હોવા છતાં રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ આવતા લોકોમાં મંદીનો ડર બેસી ગયો છે. સામાન્ય બજારમાં મોંઘવારી વધતા મોટા ભાગના લોકોના EMI ભરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આજના જમાનામાં મોટા ભાગની વસ્તુઓ EMI પર ખરીદી થતી હોઈ RBI નો રેપોરેટનો વધારો પડતામાં પાટુ સમાન સાબિત થશે. સામે લોકોની આવકમાં વધારો થતો નથી અને મોટી જાયન્ટ કંપનીઓ કર્મચારીઓને પાણીચુ પકડાવી રહી છે, એટલે કે આવક ઘટી રહી છે અને મોંઘવારી વધી રહી છે, EMI ચાલુ છે, એવા સંજોગોમાં ઈન્વેસ્ટમેન્ટ માટેના વધારાના નાણા લોકો પાસે ઓછી માત્રામાં હોવાથી SIP નું પ્રમાણ પણ ઘણુ ઓછુ થયુ છે. જેથી કરીને શેરબજારમાં લોકોનું પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ તથા મ્યુચ્યુઅલ ફંડમાં થતી SIP માં ઘટાડો નોંધાયેલ છે.

ભારતના મોટા બ્રોકર હાઉસે જણાવેલ છે કે મોટી માત્રામાં સ્ટોક માર્કેટના અકાઉન્ટ બંધ થઈ રહ્યા છે. એક બ્રોકર હાઉસે જણાવ્યુ હતુ કે તેમના ત્યાં 68 લાખ ખાતા બંધ થયા છે. દિવાળીના તહેવાર ટાણે જ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ખરીદદારી હોવાની જગ્યાએ લોકોની ખરીદશક્તિ ઘટતા એડવાન્સ ઓર્ડરોની ઈન્વેન્ટરી ખૂબ ઓછી છે. આવા સમાચારો મંદીના સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે એવો નિર્દેશ આપે છે.

કાપડ માર્કેટમાં, ગ્રે યાર્નના ભાવમાં અતિશય વધારો થતાં કાપડ માર્કેટમાં સોપોં પડી ગયેલ છે. જે દિવાળી ટાણે કાપડ માર્કેટ ધમધમતુ હોય એમાં હાલ મંદીનો માહોલ વકર્યો છે. એટલે કે ઓનલાઈન શોપિંગ કંપનીઓ તહેવાર સમયે ઓક્ટોબર માસમાં ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ આપે છે જે સામાન્ય રીતે છેલ્લા ઘણા વર્ષોથી ઉંચુ આપવામાં આવે છે, જે આ વખતે 80 ટકા ડિસ્કાઉન્ટ આપવા સુધી પહોંચ્યા છે, એટલે કે લોકોની ખરીદશક્તિ ખૂબ જ ઘટી ગઈ છે.

બીજી બાજુ ક્રુડના ભાવ વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિના કારણે ઘટવાની જગ્યાએ આસમાને પહોંચ્યા છે. એટલે કે ભારતનું મોટા ભાગનું ક્રુડ આયાત થતુ હોવાથી ભારતનું એક્સપોર્ટ ઓછુ છે અને ઈમ્પોર્ટની વેલ્યુ વધારે હોવાથી ભારતનું મોટા ભાગનું રિઝર્વ ક્રુડમાં વપરાઈ જાય છે જેથી કરીને ભારતનો રૂપિયો સતત ઘસાતો રહે છે. આ પણ મંદીનું બહુ મોટુ કારણ છે.

ભારત માટે પ્રશાંત મહાસાગરમાં પેદા થયેલી અલનીનોની અસરો પૃથ્વીના ગોળામાં ભારત દેશથી નજીક હોવાથી હંમેશા અસર કરે છે. આ વખતે પણ એપ્રિલ માસથી અલ નીનોના ડેટા જાહેર કરવામાં આવ્યા હતા, જે એપ્રિલથી ઑગસ્ટ સુધીમાં સાચા પડ્યા છે. હજુ પણ શિયાળા માટે અલનીનોનો ખતરો ઉભો જ છે, એટલે કે કુદરતી આફતોના પણ સમાચાર મંદીના જ છે.

સરકારી સમાચારો જેવા કે ચૂંટણી કમિશનરના રાજીનામાને લઈને ચાલતા આંદોલનો રાજકીય પરિસ્થિતિ માટે સારા નથી, એટલે કે રાજકીય પરિસ્થિતિ પણ સ્ટેબિલિટી માટે અનુકુળ નથી, આંદોલનો પણ એક કારણ ગણી શકાય છે.

આવી બધી નજરે દેખાતી પરિસ્થિતિના કારણે લોકોની માનસિક સ્થિતિ ખૂબ ડામાડોળ થઈ ગઈ છે, એટલે હાલ લોકો મંદીના ભયમાં જીવી રહ્યા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment