જસ્ટિસ સૂર્યકાંતે વિપક્ષી નેતાઓની મુલાકાતની વિનંતી નકારી

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાને લઈ મુલાકાત માટે વિપક્ષના નેતાઓએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત પાસે સમય માંગ્યો હતો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવાર, 12 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 4થી 5 વાગ્યા વચ્ચે CJIને મળીને સમગ્ર દેશ વતી એક મેમોરેન્ડમ સોંપવા માટે સમય માંગ્યો હતો. CJI સૂર્ય કાંતે રવિવારે રાત્રે જ બંને નેતાઓને ઈમેલ દ્વારા પ્રત્યુત્તર પાઠવીને મુલાકાત લેવામાં અસમર્થતા દર્શાવી હતી.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધીનો પત્ર મળ્યો હતો, પરંતુ કોર્ટમાં અરજી દાખલ કરવી જોઈએ. અદાલતના દરવાજા ખુલ્લા જ છે, કોઈ પણ વ્યક્તિ અરજી કરી જ શકે છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કારણ જણાવ્યુ છે કે અગાઉથી જ આ મુદ્દો કોર્ટમાં રજૂ થયેલો છે અને તેના પર ચર્ચા વિચારણા ચાલી જ રહી છે. કાયદાકીય કાર્યવાહી પ્રમાણે કોર્ટ આદેશ આપશે. કોર્ટના દરવાજા તમામ માટે ખુલ્લા છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન ચીફ જસ્ટિસે આ વાત કહી હતી.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ SIR મુદ્દે CJI સૂર્યકાંત સાથે બેઠક માટે સમય માંગ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સ્પષ્ટ જણાવ્યુ છે કે સુપ્રીમ કોર્ટ સરકારના કામકાજમાં સીધી રીતે હસ્તક્ષેપ કરી શકે નહી. વિપક્ષને કોઈ કાયદાકીય સમસ્યા હોય તો સામાન્ય નાગરિકની જેમ જ કોર્ટમાં અરજી કરી શકાય છે. વધુમાં જણાવ્યુ હતુ કે વિપક્ષના કોઈ પણ નેતા અરજી દાખલ કરે છે, તો મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે, કારણ કે SIR સંબંધિત કેટલાક કેસની સુનાવણી પણ મંગળવારે જ થવાની છે.

Join WhatsApp

Join Now

Leave a Comment