ભારતનો અમીર વિશ્વના સમૃદ્ધ દેશોના ગરીબ કરતા ઓછી આવક ધરાવે છે !

વર્લ્ડ બેન્કે વર્ષ 2026ના પોવર્ટી એન્ડ ઈનઈક્વાલિટી પ્લેટફોર્મના આંકડા જાહેર કર્યા છે, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિશ્વના સમૃદ્ધ દેશના ગરીબ 10 ટકા લોકોની આવક કે વપરાશ ભારતના સૌથી ધનિક 10 ટકા લોકો કરતા પણ વધારે છે, તેવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સમૃદ્ધ વિકસિત દેશના 10 ટકા ગરીબોની જીવનશૈલી ભારતના 10 ટકા ધનિકો કરતા પણ સારી છે, તેના ચોંકાવનારા આંકડા આ રિપોર્ટમાં સામે આવ્યા છે. આ રિપોર્ટનો અર્થ એમ છે કે ભારતના જે પરિવારો ધનવાનમાં આવે છે તેમનો રોજિંદો ખર્ચ વિકસિત દેશના ગરીબો કરતા ઓછો છે !

વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે કેટલાક દેશમાં ગરીબ અને અમીર લોકોની રોજિંદી આવકમાં જમીન-આકાશ જેટલો ફર્ક છે. ભારતમાં સામાન્ય 10 ટકા લોકોનો રોજિંદો ખર્ચો 3 ડોલર પ્રતિ વ્યક્તિ હશે, જ્યારે અમેરિકા જેવા દેશમાં ગરીબ 10 ટકા લોકોનો રોજિંદા જીવનનો ખર્ચો 25 ડોલર પ્રતિ વ્યક્તિ હશે. ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં 28 ડોલર અને કેનેડામાં 31 ડોલર પ્રતિ વ્યક્તિ છે.

ભારતના ઈકોનોમિક સરવે પ્રમાણે કોઈ વ્યક્તિ માસિક 80 હજાર સુધી કમાણી કરે છે તો તે દેશના ટોપ 10 ટકા કમાણી કરતા લોકોમાં આવે છે અને તેની તુલનામાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશોમાં લોકોનો રોજિંદા જીવનનો ખર્ચો જ 173 ડોલર, 129 ડોલર અને 128 ડોલર છે. આ પ્રમાણે વિશ્વના અદ્યતન અર્થતંત્રોના સૌથી નીચલા સ્તરે રહેલા લોકો કરતાં ભારતના આ ટોચના પરિવારોનું જીવનધોરણ ઘણું નીચું રહે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment