ટ્રમ્પે યુક્રેનનું ઈન્ટરનેટ ધીમુ કરાવ્યાનો અમેરિકન અધિકારીઓનો સનસનાટીભર્યો ખુલાસો

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ઈન્ટરનેટ ધીમુ પડી ગયુ હતુ જેને લઈને અમેરિકન અધિકારીના ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. અમેરિકન અધિકારીએ ખુલાસો કર્યો હતો કે અમેરિકન સરકારના નિર્ણયથી જ યુક્રેનમાં તાજેતરમાં ઈન્ટરનેટ ધીમુ પડી ગયુ હતુ. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર ઝેલેન્સ્કી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટારલિંક દ્વારા આપવામાં આવતુ એક્સેસ ધીમુ પડી ગયુ છે, જેના કારણે રશિયા પર ડ્રોન હુમલા થઈ શકતા નથી. મહત્વનું છે કે અમેરિકન ગવર્મેન્ટે સત્તાવાર રીતે આ આરોપોને નકાર્યા હતા.

સ્ટારલિંકના સર્વેસર્વા ઈલોન મસ્કે થોડા સમય પહેલા જણાવ્યુ હતુ કે સ્ટારશિલ્ડ અંગેનો કોઈ પણ નિર્ણય અમેરિકન સરકાર જ લે છે. તેના પછી સરકારી અધિકારીના આ પ્રકારના ખુલાસાથી હડકંપ મચી ગયો છે. અમેરિકાના પૂર્વ 6 અધિકારીઓએ આ અંગે ખુલાસો કર્યો હતો અને કહ્યુ હતુ કે માત્ર યુક્રેન જ નહી, પરંતુ ઈરાન સુધી અમેરિકન સરકારે નીતિગત ધ્યેયો સિદ્ધ કરવા માટે સ્ટારલિંક ચાલુ પણ કરાવ્યુ છે અને બંધ પણ કરાવ્યુ છે. માત્ર પ્રમુખ ટ્રમ્પ જ નહી, અગાઉના પ્રમુખ બાઈડેનના શાસન દરમિયાન પણ આવુ થઈ ચૂક્યુ છે. આ બનાવ સ્પષ્ટ દર્શાવે છે કે રશિયા પર પ્રતિબંધો દૂર કરીને ડીઝલ ડીલના બદલામાં ટ્રમ્પ સ્ટારલિંકનુ એક્સેસ મર્યાદિત કરીને પુતિનને મદદ કરી રહ્યા છે.

અમેરિકન સરકારના ચાર પૂર્વ અધિકારીએ જણાવ્યુ છે કે  બાઇડેન તંત્રએ સ્પેસએક્સને યમન અને લેબનોનમાં ઇરાન સમર્થિત આતંકીઓને પૂરી પડાતી પ્રોક્સી સર્વિસ બંધ કરવા જણાવ્યું હતું. ઈરાનમાં વોશિંગ્ટન ઈચ્છતુ હતુ કે સરકાર વિરોધી દેખાવકારોને સ્ટારલિંકનું એક્સેસ મળે, જેના કારણે દેખાવોને વધુ પ્રોત્સાહન મળે. બાઇડનના શાસનના અધિકારીઓ માનતા હતા કે હુથી અને હીઝબુલ્લાહ ડાઇવર્ટેડ ટર્મિનલ્સનો ઉપયોગ કરતા હતા, જે તેમની પાસે વચેટિયાઓ દ્વારા પહોંચતું હતું. ઈન્ટેલિજન્સે ઓક્ટોબર 2023માં વ્હાઈટ હાઉસને જણાવ્યુ હતુ કે હીઝ્બુલ્લાહ સાથે જોડાણ ધરાવતી વ્યક્તિએ દક્ષિણ લેબનાનમાં ચાલતા યુદ્ધ દરમિયાન સ્ટારલિંક ટર્મિનલ મેળવ્યુ છે. પાંચ ભૂતપૂર્વ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આવો જ ભય 2024માં હુથીઓ અંગે વ્યક્ત કર્યો હતો. કેટલાક કેસમાં તો અમેરિકન સરકારે સ્પેસએક્સને સ્પષ્ટ જણાવ્યુ છે કે તે આ પ્રકારના ટર્મિનલો ઓળખી અને તેમને બંધ કરી દે. ઈરાનમાં ટર્મિનલ ચાલુ કરવામાં આવ્યા હતા તેને જાહેરમાં ક્યારેય સમર્થન આપવામાં આવ્યુ ન હતુ. વોલસ્ટ્રીટ જર્નલે ફેબ્રુઆરીમાં અહેવાલ આપ્યો હતો કે અમેરિકાએ હજારો સ્ટારલિંક ઈરાન મોકલ્યા હતા. વળી ઈલોન મસ્ક પણ સત્તાવાર રીતે કહી ચૂક્યા છે કે સ્ટારશીલ્ડ સિસ્ટમની માલિકી અને અંકુશ અમેરિકી સરકારના હાથમાં છે. તેની લિમિટ અમેરિકન પ્રમુખ જ નક્કી કરે છે. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેનો વિવાદ દર્શાવે છે કે ટ્રમ્પ ઝેલેન્સ્કીથી દૂર જવા ઈચ્છે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment