રશિયા-યુક્રેન યુદ્ધ વિરામ માટે આગામી મહિને શાંતિ મંત્રણા શરૂ થશે

Russia-Ukraine Peace Talk: છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામને લઈ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તાજેતરમાં જ મેલાનિયા ટ્રમ્પના પ્રયાસ દ્વારા યુક્રેનના ઓલેશકી શહેરમાં સીઝફાયર લાગુ કરવામાં આવ્યુ હતુ. રશિયા અને યુક્રેન હવે યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. ઓલેશકીમાં બંને દેશના પ્રતિનિધિઓ મળ્યા હતા અને નાગરિકોને સલામત સ્થળે લઈ જવા માટે અને માનવીય સહાય મળી રહે તે માટે 27 ઓક્ટોબરથી સીઝફાયર લાગુ થવા જઈ રહ્યુ છે.

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યુ છે કે યુક્રેન, રશિયા અને અમેરિકાના વિષ્ટીકારો તે અંગે પણ સહમત થયા હતા કે, ટેકનિકલ લેવલની ટોક નવેમ્બરના પહેલા પખવાડીયામાં અબુધાબી કે સ્વિત્ઝર્લેન્ડમાં યોજવામાં આવશે. ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યુ હતુ કે આશા રાખું છું કે, તે મંત્રણાઓ બંને દેશોના નેતાઓ વચ્ચે યોજાનારી મંત્રણા માટે માર્ગ ખુલ્લો કરશે. અમેરિકાના નેતૃત્વ હેઠળ ફેબ્રુઆરીમાં આયોજિત પ્રથમ મંત્રણાનો પ્રથમ રાઉન્ડ કોઈ જ પ્રગતિ વગર સમાપ્ત થઈ ગયો હતો. કારણ કે રશિયાની સતત માગણી રહી હતી કે, કીવે સમગ્ર ડોન-બાસ વિસ્તાર રશિયાને સોંપી દેવો જોઈએ. તેમાં રશિયાએ કબજે કરેલા તથા હજી સુધી રશિયાના કબજા નીચે ન આવેલા વિસ્તારો પણ સમાવિષ્ટ થવા જોઈએ. રશિયાની આ માગણી યુક્રેને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ડોન બાસનો જે વિસ્તાર તેના કબજા નીચે છે, તે વિસ્તાર તેઓ રશિયાને સોંપવા તૈયાર નથી.

ખેરસન પાસે આવેલી નીપ્રો નદીના કિનારે આવેલા ઓલેશકી શહેરમાં 2022 થી રશિયાનો કબજો છે, આ વિસ્તાર ભયંકર સ્થિતિમાં છે. માત્ર 2 હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ખોરાકની ભયંકર તંગી છે. માનવીય કટોકટીની ગંભીર સ્થિતિને લઈ અહીં સીઝફાયરનું એલાન કરવામાં આવ્યુ હતુ. વ્હાઇટ હાઉસમાંથી થયેલું નિવેદન જણાવે છે કે, બંને દેશો ઓલેશકીમાં વચગાળાનો યુદ્ધવિરામ કરવા સહમત થયા છે. જેથી ત્યાં માનવીય સહાય પહોંચી શકે. સાથે નિશ્ચિત કરેલા સલામત માર્ગેથી નાગરિકો સલામત સ્થળે પહોંચી શકે.

રશિયન મિલિટરી ચીફે જણાવ્યુ હતુ કે 27 ઓક્ટોબરથી સ્થાનિક સમય પ્રમાણે રશિયન ફોર્સ ફાયરિંગ બંધ કરી દેશે, આ સાથે યુક્રેનના ચીફ ઓફ જનરલ સ્ટાફે પણ કહ્યું હતું કે તે સમયે જ અમે પણ શસ્ત્ર વિરામ કરી દઈશુ. હવે ઓલેશકી તરફ જતા માર્ગો ઉપરથી બારુદી-સુરંગો દૂર કરવાનું કાર્ય સૌથી પહેલા હાથ ધરાશે

Join WhatsApp

Join Now

Leave a Comment