American troops return from Iran: અમેરિકાએ ઈરાકમાં સૈન્ય ઉપસ્થિતિ સત્તાવાર રીતે સમાપ્ત કરી છે. સદ્દામ હુસેનને ઈરાકમાંથી હટાવવાનો અમેરિકાનો સંઘર્ષ હવે સત્તાવાર રીતે પૂર્ણ થયો છે અને અમેરિકી સેનાની ઈરાકમાં રહેલી અંતિમ ટુકડી પણ વર્ષો બાદ પોતાના દેશ પરત ફરી રહી છે. આ નિર્ણય વર્ષ 2024 માં બાઈડેન સરકારે લીધો હતો, જેનો અમલ ટ્રમ્પ સરકાર કરી રહી છે. ઈરાકમાં અમેરિકી સેનાની ઘરવાપસીને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કારણ કે એક તરફ ઈરાકમાં તેને મોટી જીત માનવામાં આવી રહી છે, તો બીજી તરફ ISIS ના ફરીથી સક્રિય થવાનો પણ ભય ઉદ્ભવ્યો છે.
વર્ષ 2014 માં શરૂ થયુ હતુ મિશન
પેન્ટાગોન પ્રમાણે અમેરિકી નેતૃત્વ ધરાવતી ગઠબંધન સૈન્ય ટુકડીઓ અને ઉપકરણોને ઈરાકના એરબિલ એરબેઝ પરથી પરત લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અમેરિકાનું આ મિશન વર્ષ 2014 માં ISIS સામે શરૂ થયુ હતુ અને લગભગ 12 વર્ષ સુધી આ મિશન ચાલુ રહ્યુ હતુ. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાકમાંથી ISIS નો ખાત્મો કરવાનું હતુ. સૈન્યને પરત બોલાવવાનો એ પણ અર્થ નથી કે અમેરિકાએ ઈરાક પરથી પોતાનો સંપૂર્ણ કબજો છોડી દીધો છે. હવે ઈરાકમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી ઈરાકના સુરક્ષા દળોની રહેશે. અમેરિકા પડદા પાછળથી પોતાનો સહયોગ આપશે.
ISIS એ ઈરાક અને સીરિયા પર જમાવી હતી ધાક
ISIS એ ઈરાક અને સીરિયાના ઘણા બધા વિસ્તારો પર જોહુકમી ચલાવી હતી ત્યારે અમેરિકાએ આ મિશન શરૂ કર્યુ હતુ. અમેરિકાના નેતૃત્વ વાળી ગઠબંધન સૈન્ય ટુકડીઓએ ઈરાકી સુરક્ષા દળોને ઘણી સહાયતા કરી હતી. અમેરિકાના પ્રભાવના કારણે ISIS એ ઈરાકમાં પોતાનું પ્રભુત્વ ગુમાવ્યુ હતુ અને હવે પેન્ટાગોને 12 વર્ષ સુધી ચાલેલા સૈન્ય મિશનને પૂર્ણ થયાની જાહેરાત કરી છે.
સુરક્ષાદળોના હાથમાં ઈરાકની સુરક્ષા
ગઠબંધન સૈન્ય અને ઉપકરણો એરબિલ એરબેઝ પરથી પરત ફરી રહ્યા છે. જેને મિશનના પૂર્ણ થવાનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. અમેરિકાનું કહેવુ છે કે હવે ઈરાકની સુરક્ષા ત્યાંના સુરક્ષા દળોના હાથમાં છે. મિશન પૂર્ણ થયા છતાં પણ ISIS નો સંપૂર્ણ ખાત્મો નથી થયો. ઈરાકમાં ISIS ના ફરીથી સક્રિય થવાનો ભય વધી ગયો છે.










